<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

વાંકાનેરના સરખડીયામાં પાડોશીના ઝઘડામાં પડતાં ભરત પર હુમલો

નાનજી અને ચકાએ ઢીકાપાટુ મારી ધારીયુ ઝીંક્‍યું

રાજકોટ તા. ૨૩: વાંકાનેરના સરખડીયા ગામે રહેતાં ભરત અમરશીભાઇ બારીયા (ઉ.વ.૨૭) નામના યુવાનને રાતે એકાદ વાગ્‍યે ઘર પાસે હતો ત્‍યારે પાડોશમાં રહેતાં બે ભાઇઓ નાનજી સતુ અને ચકા સતુએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી ધારીયાથી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ભરત છત ભરવાનું કામ કરે છે. તે એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ છે. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેણે જણાવ્‍યું હતું કે બાજુમાં રહેતાં બે ભાઇઓ નાનજી અને ચકો રાતે તેના બનેવી સાથે ઝઘડો કરતાં હોઇ પોતે દેકારો સાંભળીને બહાર આવ્‍યો હતો અને આ લોકોને ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં પોતાના પર હુમલો કરી માર મારી ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(11:31 AM IST)