<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ભાણવડના પોકસોના ગુન્‍હાનો ફરાર આરોપી ઝડપાઇ ગયો

ખંભાળીયા તા.૧૬: ભાણવડ પોલીસ સ્‍ટેશન પોક્‍સો એક્‍ટ કલમ ૧૨ મુજબનો  ગુન્‍હો તા.૦૨/૦૪/૨૦૨૬ ના રોજ જાહેર થયેલ હોય.

જે અનુસંધાને ખાસ ટીમ બનાવી મધ્‍યપ્રદેશ ખાતે તથા ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અનારા ગામ ઇન્‍દોર-અમદાવાદ હાઇવે રોડ ખાતે હ્યુમનસોર્સ આધારે તપાસ કરતા મળેલ હકિકત આધારે આ કામેના ભોગબનનાર સગીર બાળાને આરોપીના કબ્‍જામાંથી સલામત રીતે છોડાવી ભાણવડ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરી કાંજુભાઈ સકરીયાભાઇ ભંભેરીયા રહે. સાલરપાડા ફળીયા, આંબાગામ તા.જી. જાંબવા રા.મધ્‍યપ્રદેશને પકડી પાડેલ છે.

ભાણવડ પો.સ્‍ટે. પો.ઇન્‍સ. કે.જે.કરપડા ભાણવડ પો.સ્‍ટે.ના પો.સબ.ઈન્‍સ. બી.કે. કડછા તથા એ.એસ.આઇ. દુદાભાઇ જગમલભાઇ લુવા તથા પો.હેડ.કોન્‍સ. જીતુભાઇ સામરભાઈ જામ તથા ડ્રા.પો.કોન્‍સ. જગાભાઇ કાનાભાઇ નંદાણીયા નાઓએ આ કામગીરી કરેલ છે

(1:13 PM IST)