<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

કમળાપુરમાં ભાનુબેનને ભત્રીજા અને જેઠાણીએ લાકડીથી ફટકાર્યા

પુત્રવધૂ વિશે એલફેલ બોલવાની ના પાડતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૧૪: જસદણના કમળાપુરમાં રહેતાં ભાનુબેન ગુલાબભાઇ સાડમીયા (ઉ.વ.૪૦)ને બાજુમાં જ રહેતાં તેના ભત્રીજા રાજુ ધીરૂભાઇ અને જેઠાણી શોભાબેન ધીરૂભાઇએ લાકડી અને ઢીકાપાટુનો માર મારતાં જસદણ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.

ભાનુબેનને સંતાનમાં ત્રણ દિકરા અને પાંચ દિકરી છે. પતિ પશુપાલન કરે છે. ભાનુબેને કહ્યું હતું કે મારા દિકરાની વહુ ચંદાને મારા જેઠાણી એલફેલ બોલતાં હોઇ તેને  આવુ નહિ બોલવા સમજાવતાં ઝઘડો કર્યો હતો અને જેઠાણી તથા ભત્રીજાએ મળીને માર માર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(1:21 PM IST)