<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

પાંચ ગામના સુરૂ ગઢવી પરિવાર દ્વારા લીલાખામાં ભાગવત સપ્તાહનું આયોજન

રાજકોટ, તા. ૮: ગોંડલ તાલુકાના લીલાખાને બીલડી બે ગામ, જેતપુર તાલુકાના ચારણીયા-ચારણ સમઢીયાણા તથા અમરેલી જીલ્લાના હડાળા આ પાંચેય ગામના સમસ્‍ત સુરૂગઢવી પરિવારના પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ પ.પૂ. બ્રહ્મલીન નારાયણ નંદ સરસ્‍વતી (ભજન સમ્રાટ) ના અધ્‍યક્ષ સ્‍થાને આયોજન થનાર છે.

વ્‍યાસ પીઠ પર ભાગવતાચાર્ય ઇશ્વરચંદ્ર વ્‍યાસજી (જુનાગઢ) કથામૃત રસપાન કરાવશે. કથા પ્રારંભ ભાદરવા સુદ-૬ ગુરૂવાર તા. ૧૭-૯-ર૦ર૬ થી થશે. લેઉવા પટેલ સમાજ વાડી મું. લીલાખા તા. ગોંડલ જી. રાજકોટ ખાતે યોજાયેલ આ કથાની વધુ માહિતી માટે  લીલાખા ૭૪૦૫૦ ૦૦૧૦૮/ ૯૦૨૩૩ ૪૮૪૦૪, ચારણીયા ૯૯૦૯૦ ૦૦૩૫૯/ ૯૨૬૫૬ ૬૭૨૬૫, ચારણી સમઢીયાળા ૯૯૭૯૭ ૧૨૧૦૨/ ૯૭૨૫૫ ૮૨૫૭૧, હડાળા (અમરેલી જીલ્લો) ૯૪૦૮૫ ૮૧૪૦૧/ ૯૮૭૯૩ ૭૨૧૭૩, બીલડી ૮૩૨૦૫ ૫૯૦૨૮/ ૮૨૩૮૫ ૪૯૭૨૨ ખાતે સંપર્ક થઇ શકશે. લીલાખાના સ્‍વ. નાજભાઇ અજુભાઇ સુરૂના પુત્ર હરદાનભાઇ સુરૂ સ્‍વ. સામતભાઇ ભૂરાભાઇ સુરૂ પુત્ર મનુભાઇ સુરૂ, પ્રભુદાન મનુભાઇ સુરૂ સ્‍વ. મુળુભાઇ સામતભાઇ સુરૂના પુત્ર રમેશદાન સુરૂ તથા હમીરદાન સુરૂ ગઢવી (નારાયણ કેળવણી મંડળ ટ્રસ્‍ટી લીલાખા) જશુભાઇ સામતભાઇ સુરૂ ગઢવી, દેવકુભાઇ સામતભાઇ સુરૂ ગઢવી, નાનભા કનુકાકા સુરૂ લીલાખા ગામના આંગણે પિતૃમોક્ષાર્થે ભાગવત કથામા તન-મન-ધનથી તડામાર તૈયારી ચાલુ હોવાનું એસ.ટી. વિનૃત ટ્રાફિક કંટ્રોલર કુરજીભાઇ હરખાણી (મો. ૯૪૨૬૧ ૩૬૭૫૭) ની યાદીમાં જણાવાયું છે.

(2:20 PM IST)