તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
સંવિધાનને દરેક ઘર સુધી પહોંચાડવાના અભિયાનમાં ભગવાનભાઈ સોલંકીએ સોમનાથ કલેક્ટરને ૫૧૧મું ભારતીય સંવિધાન ભેટ આપ્યું

(રામસિંહ મોરી) સુત્રાપાડા તા. ૬ :. ડો. ભીમરાવ આંબેડકરના કલ શિક્ષણ, સમાનતા, સામાજિક ન્યાય અને સંવિધાનવાદના વિચારોને સમાજના દરેક ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી સમાજસેવક ભગવાનભાઈ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જે.એન. વાઘેલાને ૫૧૧ મું ભારતીય સંવિધાન ભેટરૂપે અર્પણ કર્યું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી વાઘેલાએ શ્રી સોલંકીના પ્રેરણાદાયી અને સામાજિક જાગળતિ લાવનારા પ્રયાસનું સમાજ માટે મહત્વ પારખીને આવકાર્યું.
શ્રી ભગવાનભાઈ સોલંકી લાંબા સમયથી બાબાસાહેબની વિચારધારાને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાના અભિયાનમાં સક્રિય છે. ગુજરાતભરમાં આયોજિત થતા સમૂહ લગ્નોમાં તેઓ નવદંપતિઓને ભારતીય સંવિધાનની ભેટ આપે છે, આ પ્રસંગે ભગવાનભાઈ સોલંકીએ કહ્યું, ‘બાબાસાહેબે આપેલું સંવિધાન દરેક નાગરિકના અધિકાર, સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરે છે. તેને ફક્ત વાંચવું નહીં, પરંતુ જીવનમાં ઉતારવું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.'
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
