<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

હરિદ્વારમાં કાલથી ભાગવત કથા

વ્‍યાસાસને શાસ્‍ત્રી જયભાઇ રાવલઃ રાચ્‍છ, ઠક્કર, કારિયા, સોની, વવાડીયા, મહેતા, પરમાર પરિવારનું સંયુકત આયોજન

રાજકોટ તા.૧: રાચ્‍છ પરિવાર, ઠક્કર પરિવાર, કારિયા પરિવાર, સોની પરિવાર, વવાડીયા પરિવાર, મહેતા પરિવાર તથા પરમાર પરિવારના સંયુક્‍ત ઉપક્રમે દેવભૂમિ હરિદ્વારમાં ભગીરથી મોક્ષદાયિની પવિત્ર ગંગાના પાવન તટે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્‍ય ધાર્મિક આયોજન કરવામાં આવ્‍યું છે.

આ ધાર્મિક આયોજન તા. ૨ ઓક્‍ટોબરથી ૯ ઓક્‍ટોબર દરમિયાન યોજાશે. સપ્તાહ દરમિયાન યોજાનારી શ્રીમદ ભાગવત કથામાં વ્‍યાસપીઠ પર યુવા શાસ્‍ત્રી જય કમલેશભાઈ રાવલ બિરાજમાન રહી શ્રદ્ધાળુઓને શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા, ભક્‍તિ, જ્ઞાન અને જીવનમૂલ્‍યોનું રસપાન કરાવશે.

પવિત્ર ગંગાના સાનિધ્‍યમાં યોજાનારી આ ભાગવત સપ્તાહ દરમિયાન ભગવાન શ્રીકળષ્‍ણની લીલાઓ, ભક્‍તિનું મહાત્‍મ્‍ય, ધર્મ અને સંસ્‍કારનું મહત્‍વ તેમજ માનવજીવનને સદ્માર્ગે લઈ જતાં વિવિધ પ્રસંગોનું સુંદર અને ભાવસભર વર્ણન કરવામાં આવશે.

કથાના માધ્‍યમથી શ્રોતાઓને આધ્‍યાત્‍મિક જ્ઞાન સાથે જીવનમાં સકારાત્‍મકતા, સદાચાર અને ભક્‍તિભાવ કેળવવાનો સંદેશ પણ આપવામાં આવશે.

આ સમગ્ર ધાર્મિક આયોજનને સફળ બનાવવા માટે તુષારભાઈ રાચ્‍છ, નિતેશભાઈ ઠક્કર, કમલેશભાઈ કારિયા, રમેશભાઈ પરમાર, શૈલેષભાઈ મહેતા અને મનોજભાઈ સોની સહિત પરિવારજનો તથા મિત્રમંડળ દ્વારા વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

હરિદ્વારની પવિત્ર ભૂમિ અને માતા ગંગાના પાવન સાનિધ્‍યમાં યોજાનારી આ ભાગવત સપ્તાહ દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાશે. પરિવારજનો, તોહીજનો અને શ્રદ્ધાળુઓ એકત્રિત થઈ શ્રીમદ ભાગવતના જ્ઞાન અને ભક્‍તિનો લાભ લેશે. ગંગા આરતી, સત્‍સંગ અને કથાના પાવન પ્રસંગો સાથે સમગ્ર આયોજન શ્રદ્ધા અને આધ્‍યાત્‍મિકતાથી ભરપૂર બની રહે તે માટે આયોજકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે આયોજક પરિવારો દ્વારા સૌ સગા-સંબંધીઓ, મિત્રમંડળ તથા ધર્મપ્રેમી ભક્‍તજનોને શ્રીમદ ભાગવત કથાના શ્રવણનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(3:20 PM IST)