<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

વરસાદની આડમાં ડાઈંગ ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાતા ભાદર નદી પર પ્રદૂષિત ફીણની મોટી તર છવાઈ

સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડાં મુદ્દે હવે GPCBની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ ફરી બેફામ બન્યા છે. વરસાદની આડમાં ડાઈંગ ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાતા ભાદર નદી પર પ્રદૂષિત ફીણની મોટી પરત છવાઈ ગઈ છે. નદીમાં પ્રદૂષણના કારણે કાશ્મીર જેવો બરફીલો નજારો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડાં મુદ્દે હવે GPCBની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

(6:03 PM IST)