તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ધોરાજી પાસે ભાદર-2 ડેમ ઓવરફ્લો: 5 દરવાજા 6 ફૂટ ખોલાયા, 40 હજાર ક્યુસેક પાણી છોડાયુ : નદીકાંઠાના અને નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા : નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તંત્રની સૂચના : જુઓ વિડિયો
ધોરાજી વિસ્તારમાં મેઘમહેરને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી : ડેમ ભરાતા આગામી સિઝન માટે સિંચાઈનો પ્રશ્ન હલ થશે તેવી આશા : ગઈકાલથી સારા વરસાદને પગલે નદીઓમાં પાણીની ભરપૂર આવક

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૨૪ : સૌરાષ્ટ્રના મુખ્ય ડેમોમાં ગણાતા ધોરાજી પાસે આવેલ ભાદર-2 ડેમ સારા વરસાદના કારણે ઓવરફ્લો થયો છે.
ધોરાજી અને ઉપરવાસમાં ગઈકાલથી સારા વરસાદને પગલે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેને પગલે ભાદર-2 ડેમ પૂરેપૂરો ભરાઈ જતા તંત્ર દ્વારા 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
ભાદર-2 ડેમના સેક્શન અધિકારી ધ્રુવ મહેતાના જણાવ્યા મુજબ હાલ ડેમનું રૂલ લેવલ 52.50 રાખવામાં આવ્યું છે. ડેમમાં 40 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને સામે 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
પાણી છોડાતા નદીકાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને નિચાણવાળા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે.
તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે કે નીચાણવાળા પટમાં જવાનું ટાળવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.
ધોરાજી વિસ્તારમાં મેઘમહેરને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. ડેમ ભરાતા આગામી સિઝન માટે સિંચાઈનો પ્રશ્ન હલ થશે તેવી આશા છે.પરિસ્થિતિ પર તંત્ર સત નજર રાખી રહ્યું છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
