News of Saturday, 15th August 2026
મોરબીના વધુ ૩ ગામોમાં ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધી જાહેર કરતા બેનરો લાગ્યા.
વર્ષ ૨૦૨૭ ની ચુંટણીમાં ભાજપ ઉમેદવારે ગામમાં મત માંગવા આવવું નહિ તેવા બેનરો ગામોગામ લાગી રહ્યા છે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ખેડૂતો વીજ લાઈન વળતર મુદે બે મહિનાથી લડત ચલાવી રહ્યા છે મોરબી જીલ્લાના અનેક ગામોમાં ભાજપ નેતાઓનેપ્રવેશબંધીનાબેનરો લગાવવામાં આવી રહ્યા છે જેમાં વધુ બે ગામોમાં બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે.
વીજ લાઈનમાં ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર બનાવવામાં નહિ આવે તો વર્ષ ૨૦૨૭ ની ચુંટણીમાં ભાજપ ઉમેદવારે ગામમાં મત માંગવા આવવું નહિ તેવા બેનરો ગામોગામ લાગી રહ્યા છે અગાઉ અનેક ગામોમાં બેનરો લાગ્યા હતા અને નિરંતર અલગ અલગ ગામોમાં બેનર લગાવવામાં આવી રહયા છે જેમાં બંધુનગર, ગીડચ અને લખધીરપુર ગામમાં બેનર લગાવી ભાજપ ઉમેદવારે આવવું નહિ તેમ જણાવી દેવામાં આવ્યું છે
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
