તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 8th September 2026
મોરબીમાં પર્યુષણ પર્વ નિમિતે તમામ કતલખાના-નોનવેજ વેચાણ પર પ્રતિબંધ.
તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી :આગામી તા.૦૮/૦૯/૨૦૨૬ થી તા.૧૬/૦૯/૨૦૨૬ ના રોજ “પર્યુષણ પર્વ“ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી સુચતપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવા કમિશ્નરના જાહેરનામાંમાં જણાવવામાં આવ્યું છે.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
