<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

આસ્થાનું કેન્દ્ર બગદાણા ગુરુ આશ્રમ ફરી વિવાદમાં:કોળી સમાજે ટ્રસ્ટ મંડળ સામે 14 માગ સાથે મોરચો માંડ્યો

સ્થાનિક કોળી સમાજના વ્યક્તિને ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવા અને બજરંગદાસ બાપાની 50મી પુણ્યતિથિનું સ્ટેજ સંચાલન માયાભાઈ આહીરને ન સોંપવાની માગ

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બગદાણા ગુરુ આશ્રમ ફરી વિવાદમાં સપડાયું છે. કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર હુમલાના વિવાદ બાદ હવે સમાજે ટ્રસ્ટ મંડળ સામે 14 માગ સાથે મોરચો માંડ્યો છે. જેમાં સ્થાનિક કોળી સમાજના વ્યક્તિને ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવા અને બજરંગદાસ બાપાની 50મી પુણ્યતિથિનું સ્ટેજ સંચાલન માયાભાઈ આહીરને ન સોંપવાની માગ મુખ્ય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાજકીય દખલગીરી અને પાથરણાવાળાઓને હેરાન કરવાના આક્ષેપ પણ થયા છે. કોંગ્રેસે પણ વિવાદમાં ઝંપલાવ્યું છે. જોકે, ટ્રસ્ટે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે.

(9:43 PM IST)