તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ખરાબ સંગતથી મન અને વાણી બદલાય જાય છેઃ પૂ. મોરારીબાપુ
મહારાષ્ટ્રના લાતુર નજીકનાં કિલ્લારી ગામની ભુમી ઉપર ‘માનસ વાલ્મીકી આશ્રમ'શ્રી રામકથાનો આજે ત્રીજો દિવસ

રાજકોટ, તા., રપઃ મહારાષ્ટ્રના લાતુર નજીક કિલ્લારી ગામની ભુમી પર ગત શનિવારથી પૂ.મોરારીબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ વાલ્મીકી આશ્રમ'નો શુભ-મંગલ પ્રારંભ થયો છે. કથાના કેન્દ્રીય વિષય માટે પૂ.મોરારીબાપુએ રામચરીત માનસની આ ચોપાઇ નિヘતિ કરી હતી.રામકથાના પ્રથમ દિવસે કથાના કેન્દ્રીય વિષયની ભુમીકા વિસ્તારથી સમજાવી હતી. આશ્રમની પરીભાષા સરળ કરતા બાપુએ કહયું કે, આશ્રમ એટલે જયા બધાને આશ્રમય, આરામ, આહાર, આશ્વાસન (આધાર) આગમ, આવકાર અને આનંદ મળે તે આશ્રમ છે.
આ કથા માટે જે કેન્દ્રીય પંકિતઓ લીધી છે. એમાં તુલસીદાસજી સંકેત કરે છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભકિતનો સંકેત છે. વન-જંગલ, વન વૈરાગ્યનું પ્રતિક છે. ભવનમાં રાગ ઉત્પન્ન થાય છે. વનમાં વૈરાગ્ય પણ રસમય હોવો જોઇએ શુષ્ક ન હોવો જોઇએ શાસ્ત્રોમાં સાુધ સપ્તક છે જેમાં સાધુની ઓળખ છે. સાધુકોણ સાધુ સપ્તકના ‘સા' છે. સાધના કરે તે સાધુ, જેણે ‘સાધલિયા' પરમ ને સાથે લે ને સાધુ સમાજને સાવધાન કરે..અમારા જૂનાગઢના દલપતગિરીબાપુ જયારે મળે ત્યારે એમ કહે કે, બાપુ, સાધુ બીજા બધા સેવા-સમાજના કાર્યો કરે એ સારૂ છે પણ સાધુ એ સમાજન વિચાર-સારા વિચારો-આપવા જોઇએ. સાધુ સધન શુધ્ધિ હોવી જોઇએ સાધારણ જીવન જીવે એ સાધુ પોતાની સાધનાને ખોઇ ન બસે એ સાધુ સાધુ કયારેય વિચલિત ન થાય.કથાનો બીજો દિવસ-ગઇકાલે (રવિવાર) રામકથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું કે-એક જિજ્ઞાશા રધાઇ છે કે બાપુ, કઇ કથા શ્રેષ્ઠ? જવાબઃ પરમાત્માને કેન્દ્રમાં રાખીને થતી કોઇ પણ કથા શ્રેષ્ઠ છે. કૃષ્ણ કથા,શિવકથા, દુર્ગાકથા વગેરે કોઇપણ કથાના કેન્દ્રમાં પરમતત્વની વાત હોય એ કથા શ્રેષ્ઠ છે.
હુ રામકથા ગાન કરૂ છું એટલે નહી પણ શિવજી,વાલ્મીકીજી, વિશ્વામિત્રજી વગેરે રામકથાનો શ્રેષ્ઠ કહે છે તમારા મહારાષ્ટ્રના સ્વામી રામદાસજી કહે છેઃ ‘‘સમસ્ત કથા મધ્યે કથા રાધવાસી'' બીજો પ્રશ્ન પૂછાયો છે કે બાપુ પાદુકા વિશે આપ વાત કરો છો તો પાદુકા હોય ત્યાં ધારક આવે છે એવું મનાય છે એ સાચુ છ? જવાબ પાદકુા હોય ત્યાં પહેરનાર ધારક આવે એવું નહી પણ પાદુકા હોય ત્યાં એ ગુરૂ હોય જ બુધ્ધ પુરૂષ ત્યાં હાજર જ હોય છે. દ્રઢ ભરોસો હોવો જોઇએ મનોજ જોષી- ‘મજો' રાજકોટ મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
