News of Thursday, 14th May 2026
બાબરા પોલીસની કડક અને પ્રજાલક્ષી કામગીરીથી ગુનેગારોમાં ભય, નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સતત સતર્ક કામગીરીથી બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા.૧૪: બાબરા શહેર તથા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી બાબરા પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ સાથે કાયદાકીય કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસ અધિકારી પીઆઇ પરમાર અને કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ કીરણભાઇ સોલંકી રાજભા વાઘેલા જગદીશ રામાણી ગોકુળભાઇ રાતડીયા વિજયભાઈ કારડીયા ભારતભાઇ મકવાણા દ્વારા દિવસ-રાત સતત પેટ્રોલિગ, ગુનાખોરી ઉપર નજર, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી તેમજ લોકોની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવતા સામાન્ય નાગરિકોમાં સુરક્ષા અને શાંતિનો અહેસાસ વધ્યો છે.
બાબરા પોલીસની જાંબાજ ટીમ દ્વારા ગુનાખોરી નિયંત્રણ માટે હાથ ધરાયેલી સઘન કામગીરીના કારણે ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત સતર્ક રહી કામગીરી કરી રહી છે.
સ્થાનિક લોકોમાં પણ બાબરા પોલીસની કામગીરીને લઈને સંતોષ અને વિશ્વાસની લાગણી જોવા મળી રહી છે. નાગરિકોએ પોલીસની કામગીરીને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, હાલ બાબરા વિસ્તારમાં લોકો વધુ સુરક્ષિત અનુભવી રહ્યા છે.
બાબરા પોલીસ દ્વારા આગામી સમયમાં પણ પ્રજાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા વધુ અસરકારક કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
