તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
બાબરા-ચરખા માર્ગ પર એસટી બસ અને ઇકો કાર વચ્ચે ભીષણ ટક્કરઃ એક યુવકનું મોતઃ એક ગંભીર
કારનો કચ્ચરઘાણ વળી ગયોઃ ફસાયેલા મૃતદેહને બહાર કાઢવા એક કલાક સુધી રેસ્કયૂ

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા.૬: તાલુકાના પાનસડા ગામના અશોકભાઈ ભીમજીભાઈ કાચા (ઉં.વ. ૩૩) અને મૌલિકભાઈ પ્રાગજીભાઈ ઠુંમર (ઉં.વ. ૨૫) ઇકો કારમાં સવાર થઈ કોઈ કામ અર્થે બાબરા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ચરખા ગામ પાસે રઘુવીર હોટલ નજીક પહોંચતા સામેથી આવી રહેલી ગારિયાધાર-રાજકોટ રૂટની એસટી બસ સાથે તેમની કારની જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માતમાં ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. કારમાં આગળની સીટ પર બેઠેલા અશોકભાઈ કાચા કારની અંદર જ ફસાઈ ગયા હતા. ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મળત્યુ થયું હતું. બીજી તરફ કાર ચલાવી રહેલા મૌલિકભાઈ ઠુંમરની એરબેગ સમયસર ખુલી જતાં તેમનો જીવ બચ્યો હતો, જોકે તેમને પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માની જાણ થતાં બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ તુષારભાઈ રામાણી તથા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રણમણભાઈ કોઠીવાળ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સ અને ૧૧૨ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફ અને ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત મૌલિકભાઈને બાબરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.
અકસ્મામાં કારનો કચ્ચરઘાણ વળી જતાં અંદર ફસાયેલા અશોકભાઈના મળતદેહને બહાર કાઢવો ભારે મુશ્કેલ બન્યો હતો. સ્થાનિક લોકો અને સ્થળ પર હાજર અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આશરે એક કલાકની સતત મહેનત બાદ કારમાં ફસાયેલા મળતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતની ગંભીરતા જોતા ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં.
બનાવ અંગે બાબરા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતના કારણો જાણવા વધુ તપાસ શરૂ કરી હતી. આ કરુણ દુર્ઘટનામાં પાનસડા ગામના ૩૩ વર્ષીય યુવકનું અકાળે અવસાન થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. બનાવને પગલે પાનસડા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
