તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Friday, 22nd May 2026
વાંકાનેર અમરસરના સલીમભાઇ પર લાલપરમાં કુહાડીથી હુમલો
જુના મનદુઃખને કારણે મુરાદખાન, નવાઝખાનનો હુમલોઃ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૨: વાંકાનેરના અમરસર ગામે રહેતાં સલિમભાઇ નુરમોહમ્મદભાઇ બ્લોચ (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢને સાંજે ગામ નજીક લાલપરમાં હતાં ત્યારે મુરાદખાન અલીખાન, નવાઝખાન સહિતનાએ તેને આંતરીને ધોકા-કુહાડીથી હુમલો કરી માથા, શરીરે ઇજાઓ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
સલીમભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે અગાઉ હુમલાખોરો સાથે માથાકુટ થઇ હોઇ તેનું મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી પોતાને આંતરીને હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
