News of Sunday, 26th April 2026
અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાઓમાં બપોરેરે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 22.58% મતદાન : બાબરામાં સૌથી વધુ 26.14% નોંધાયું
2.07 લાખ મતદારોમાંથી 46,936 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ, પુરુષ મતદારો 24.38% સાથે આગળ; અમરેલી ન.પા.માં સૌથી ઓછું 19.86% મતદાન

અમરેલી તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાઓની 174 બેઠકો માટે સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધીમાં કુલ 22.58 ટકા મતદાન નોંધાયું છે.
જિલ્લા ચૂંટણી તંત્રના આંકડા મુજબ જિલ્લાની 6 નગરપાલિકાઓમાં કુલ 2,07,881 મતદારો નોંધાયેલા છે. જેમાંથી સવારે 11 વાગ્યા સુધીમાં 46,936 મતદારોએ મતદાન કર્યું છે. પુરુષ મતદારોમાં 24.38% જ્યારે મહિલા મતદારોમાં 20.60% મતદાન નોંધાયું છે.
*નગરપાલિકાવાર મતદાનની ટકાવારી - સવારે 11:00 વાગ્યા સુધી:*
- *બાબરા*: 26.14% સાથે જિલ્લામાં સૌથી વધુ. 14,749 મતદારોમાંથી 3,855 મતદાન. પુરુષ 27.12%, સ્ત્રી 25.05%.
- *દામનગર*: 26.09% મતદાન. 11,748 મતદારોમાંથી 3,065 મતદાન. મહિલા મતદારો 25.29% સાથે સારા પ્રમાણમાં.
- *ધારી*: 25.09% મતદાન. 20,276 મતદારોમાંથી 5,088 મતદાન નોંધાયું.
- *સાવરકુંડલા*: 23.62% મતદાન. 56,184 મતદારોમાંથી 13,269 મતદાન થયું.
- *બગસરા*: 23.07% મતદાન. 25,485 મતદારોમાંથી 5,879 મતદાન.
- *અમરેલી*: 19.86% સાથે સૌથી ઓછું. 79,439 મતદારોમાંથી 15,780 મતદાન.
જિલ્લાની નગરપાલિકાઓમાં કુલ 1,08,698 પુરુષ અને 99,163 સ્ત્રી મતદારો નોંધાયેલા છે. જેમાંથી 26,506 પુરુષ અને 20,429 મહિલાઓએ સવારે 11 વાગ્યા સુધીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તમામ 45 વોર્ડના 174 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
