News of Friday, 6th November 2026
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક વચ્ચે હરરાજી
જે ખેડૂતોને કપાત અંગે વિરોધ નહોતો તેમણે હરરાજીમાં ભાગ લીધોઃ કપાત અંગે યાર્ડનાં ચેરમેન નક્કર ઉકેલ લાવી શકયાં નહી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મરચા ની હરરાજી માં બારદાન નાં પાંચસો ગ્રામ કપાત નાં મુદ્દે ખેડૂતોએ વિરોધ કરી મરચાની હરરાજી છેલ્લા આઠ દિવસ થી અટકાવી હતી.પરંતુ કેટલાક ખેડૂતોએ કપાત નો સ્વિકાર કરી પોતાનાં મરચા ની હરરાજી કરી હતી.બીજી બાજુ કપાત નો વિરોધ દર્શાવી અન્ય ખેડૂતો મરચાની હરરાજી થી દુર રહ્યા હતા.આમ મરચા માટે ઙ્કખ્યાત ગોંડલ યાર્ડ માં બારદાન કપાત નો મુદ્દો અધ્ધરતાલ રહેવા પામ્યો છે.
કપાત અંગે યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા કોઇ નક્કર નિર્ણય લાવી શકયા નથી.તો આપ નાં જીગીશા પટેલ નો વિરોધ પણ કોઇ અસર બતાવી શકયો નથી. યોગ્ય સમય મર્યાદા માં ખેડૂતો પોતાનાં મરચા નું વેંચાણ કરી શકયા નાં હોય ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે.
જોકે યાર્ડ માં આજ થી તા.૬ થી તા.૧૩ દરમિયાન દિપાવલી ની રજા હોય મરચા ની હરરાજી એક દિવસ પુરતી સિમિત રહી હતી. દરમિયાન આજે મરચા ની ૫૦૦ બોરી ની આવક થવા પામી હતી.અને હરરાજી માં ૨૦ કિલોગ્રામ નાં રુ.૩૦૦૦ થી લઇ ને રુ.૫૯૦૦ સુધી નાં ભાવ બોલાયાં હતાં
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
