<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

કચ્‍છ સરહદે પરવાનગી વગર ઘૂસવાનો પ્રયાસઃ અંધાધૂંધી સર્જનાર સ્‍થાનિક ૨૦૦ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ

બોર્ડર ઉપર આરઈ પાર્કમાં કામ માટે જતી વેળાએ ઈ એન્‍ટ્રીની લાઈનમાં ઉભવાનો ઇનકારઃ વાયરલ થયેલ વીડિયોના આધારે પોલીસે ફરજમાં રૂકાવટ કરવાનોગુનો નોંધ્‍યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬: ભુજના વરનોરા ગામના ટોળાએ રાયધણપર ગામના લોકો ઉપર હુમલો કરી ગામનો વીજપુરવઠો બંધ કરી દઈ પોલીસ જીપ ઉપર પણ પથ્‍થરમારો કર્યાનો બનાવ હજી તાજો જ છે ત્‍યાં ખાવડા બોર્ડર ઉપર ૨૦૦ લોકોના ટોળા દ્વારા પરવાનગી વગર સરહદ અંદર ઘૂસવા માટે સર્જેલ અંધાધૂંધીના બનાવે ચકચાર સર્જી છે.

સોશ્‍યલ મીડિયામાં એક ટોળાની વાયરલ થયેલ ક્‍લિપ બાદ આ બનાવ ચર્ચામાં આવ્‍યો છે અને પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ૩ જી જૂનના બનેલ આ ઘટનામાં બોર્ડર ઉપર રિન્‍યુએબલ એનર્જી પાર્ક આર.ઈ. પાર્કમાં કામે જતા પરપ્રાંતીય હોય કે સ્‍થાનિક લોકો હોય સૌ એ ઈ એન્‍ટ્રી કરાવવી રાષ્‍ટ્રીય સુરક્ષા માટે ફરજિયાત છે. પરંતુ બોર્ડર નજીક આવેલા ગામોમાં રહેતા ગ્રામજનોના સ્‍થાનિક ટોળાએ નિયમ મુજબ ઈ એન્‍ટ્રી કરવાની લાઈન હોઈ એ લાઈનમાં ઉભવાનો ઈનકાર કરી બોર્ડર અંદર સીધો ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. અંધાધૂંધી દર્શાવતા ટોળાની આ વીડિયો ક્‍લિપ સોશ્‍યલ મીડિયામાં વાયરલ થઈ અને એ સાથે જ ખાવડામાં શું થયું શું થયું એ ચર્ચાએ વેગ પકડ્‍યો. જોકે, પોલીસ અને બીએસએફના જવાનો સામે બનેલ આ ઘટનાને પગલે પヘમિ કચ્‍છ પોલીસે ગંભીરતા લઈ આ ટોળામાં સામેલ શખ્‍સો વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ટોળામાં રહેલ લોકો પૈકી ૧૦ જેટલા આરોપીઓનો ઓળખ થઈ ચૂકી છે. અન્‍યોની ઓળખ કરવાની ચાલુ છે.  સરહદી કચ્‍છ જિલ્લામાં ખાખી વર્દીને નહીં ગાંઠનારા તત્‍વો સાથે કાયદો અને વ્‍યવસ્‍થાને પડકાર ફેંકનારા તત્‍વો વિરુદ્ધ કડકાઈપૂર્વક કાર્યવાહી કરવાની જરૂરત છે.

(11:06 AM IST)