તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
હુમલાખોરોનું મૂળ નિશાન ભાવેશ ઝીલિયા નહીં, પરંતુ નવઘણ નામનો શખ્સ હતો:પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલી
નવઘણ સાથે જોરાવરસિંહની દુશ્મની હોવાના કારણે તેના પર હુમલાનું કાવતરું ઘડાયું હતું

ભાવેશ ઝીલિયા પર થયેલા હુમલા કેસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોનું મૂળ નિશાન ભાવેશ ઝીલિયા નહીં, પરંતુ નવઘણ નામનો શખ્સ હતો. નવઘણ સાથે જોરાવરસિંહની દુશ્મની હોવાના કારણે તેના પર હુમલાનું કાવતરું ઘડાયું હોવાની માહિતી સામે આવી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ભાવેશ ઝીલિયાની ગાડીમાં નવઘણ હોવાની માહિતી હુમલાખોરોને મળી હતી. આ માહિતીના આધારે હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મળેલી માહિતી ખોટી હોવાનું હવે તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે કે, હુમલાખોરોએ જે વ્યક્તિને નિશાન બનાવવાની યોજના બનાવી હતી, તેના બદલે ભાવેશ ઝીલિયા હુમલાનો ભોગ બન્યા હોવાની શક્યતા છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન નવઘણ પર હુમલો કરવાનો પ્લાન હોવાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછમાં મળેલી માહિતીના આધારે પોલીસ સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.
હાલ સમગ્ર મામલામાં જોરાવરસિંહની ભૂમિકા મહત્વની બની છે. તેની ધરપકડ થયા બાદ જ હુમલા પાછળનું ચોક્કસ કારણ, કોના કહેવાથી પ્લાન બનાવાયો અને હુમલાની સમગ્ર યોજના કેવી રીતે તૈયાર થઈ હતી તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. પોલીસ તપાસ આગળ વધતા આ કેસમાં હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
