તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
તળાજાના પીથલપુરના સરપંચ પર હૂમલો
રસ્તા પર પડેલા બેલા હટાવી લેવાનું કહેતા માર મારી ધમકી આપી

ભાવનગર તા.૨૯: તળાજા તાલુકાના પીથલપુર ગામના સરપંચ કરણભાઈ ધનજીભાઈ ઢાપાએ દાઠા પોલીસ મથકમાં હરદીપ શિવાભાઈ સરવૈયા, ધીરજ શાંતિભાઈ, સતિષ શાંતિભાઈ, હરદીપના મમ્મી અને સતીષના મમ્મી (તમામ રહે.પીથલપુર) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ પીથલપુર ગામના સરપંચ તરીકે કાર્યરત હોય અને ચોમાસા પહેલા તેમના ગામમાં રોડ રસ્તા સફાઈ કરાવવાનું કામ શરળ કરવાનું હોવાથી ઉક્ત લોકોને રસ્તા પર પડેલા તેમના બેલા હટાવી લેવાનું કહેતા તેઓ પ્લોટ વિસ્તારમાં સફાઈ કામ કરાવતા હતા ત્યાં ઉક્ત લોકોએ આવી અપશબ્દો કહી ઝઘડો કરી કડુ અને ધોકા વડે માર મારી ઈજા કરી ધમકી આપી હતી. આ અંગે દાઠા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
