News of Wednesday, 25th November 2026
જૂનાગઢના ભવનાથમાં કિન્નર અખાડામાં સત્સંગ દરમિયાન હુમલો, ₹1.50 લાખ રોકડા અને સોનાની વીંટીની લૂંટ, ગિરનારીગીરી માતાજીની ફરિયાદ
શિવગીરી સહિત ચાર શખ્સો સામે BNSની કલમો હેઠળ ગુનો, ગદા અને લાકડા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા. 25 : જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા કિન્નર અખાડામાં સત્સંગનો કાર્યક્રમ ચાલુ હોય ત્યારે હુમલો અને લૂંટની ઘટના બની છે, આ અંગે કિન્નર અખાડાના ગિરનારીગીરી માતાજી ગુરુશ્રી હરીગીરીજી મહારાજ, ઉ.વ. 38, ધંધો સેવાપૂજા, રહે કિન્નર અખાડા, આહવાન અખાડાની સામે, ભવનાથ, જૂનાગઢ વાળાએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ મુજબ આ બનાવ તા. 24/11/2026 ના ક. 22/00 વાગ્યાના અરસામાં થાણાથી પૂર્વે અડધો કિ.મી. દૂર કિન્નર અખાડા ખાતે ભવનાથ, જૂનાગઢ ખાતે બન્યો હતો, આ કામના આરોપી શિવગીરી ગુરુશ્રી જયદેવગીરી તથા તેની સાથેના અજાણ્યા ત્રણ ઇસમો, રહે ભવનાથ તળેટી, જૂનાગઢ વાળાઓ સામે ગુનો નોંધાયો છે, આરોપીઓએ ભવનાથ ખાતે આવેલ ફરિયાદીના કિન્નર અખાડામાં સત્સંગનો કાર્યક્રમ ચાલુ હોય ત્યારે ગદા લઈ આવી આ શિવગીરીએ ફરિયાદીને ભૂંડી ગાળો બોલી તેની પાસેની ગદા વડે માર મારી તથા તેની સાથેના અન્ય અજાણ્યા ત્રણ ઇસમોએ લાકડા વડે ફરિયાદી તથા તેની સાથેના સેવકોને માર મારી અખાડાના ધુણા પાસે પડેલ અન્નક્ષેત્રના રોકડા રૂપિયા 1,50,000/- તથા વિપુલ રાવતની ધાતુની વીંટી કી. રૂ. 2500/- ની લૂંટ મારી લઈ જઈ ફરિયાદી તથા તેના સેવકોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મ્હે. અધિક જિલ્લા મેજી. સાહેબના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હોવાની ફરિયાદમાં જણાવાયું છે, આ અંગે ભવનાથ પોલીસે BNS કલમ 308(4), 115(2), 351(3), 324(બી), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
