તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ચૂંટણીમાં વિરોધીઓને ફસાવા જાતે જ રચ્યું હુમલાનું નાટક:ઉના ફાયરિંગની ઘટનામાં ચોંકાવનારો વળાંક
પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં અજય બાંભણિયા પોતે જ ફસાઈ ગયો:FSL અને ટેકનિકલ પુરાવાએ ખોલી પોલ

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં થયેલા ફાયરિંગની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જે વ્યક્તિએ પોતાના પર હુમલો થયો હોવાની ફરિયાદ કરી હતી, તે પોતે જ આ સમગ્ર ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં રાજકીય વિરોધીઓને જેલ ભેગા કરવા માટે રચાયેલું આ ફાયરિંગ ડ્રામા પોલીસની સતર્કતાને કારણે નિષ્ફળ ગયું છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અજયભાઈ ભાણાભાઈ બાંભણિયાએ આગામી ચૂંટણીમાં પોતાના પ્રતિસ્પર્ધીઓને ફસાવવા માટે આત્મઘાતી પ્લાન બનાવ્યો હતો. તેણે પોલીસને એવી ફરિયાદ આપી હતી કે તેના પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે. જોકે, ગીર સોમનાથ પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી, ત્યારે ઘટનાસ્થળના પુરાવા અને અજયની વાતોમાં વિસંગતતા જણાઈ હતી.
પોલીસે આ કેસમાં ટેકનિકલ એવિડન્સ અને FSL રિપોર્ટની મદદ લીધી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે ફાયરિંગની કોઈ ઘટના બની જ નથી, પરંતુ ઊભી કરવામાં આવી છે. ગેરકાયદેસર કારતુસ રાખીને પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં અજય બાંભણિયા પોતે જ ફસાઈ ગયો છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
