તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ આશાવર્કર અને ફેસિલેટર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું
બહેનોએ ફિક્સ પગાર અને ઈન્સેન્ટિવને બદલે લઘુતમ વેતન મુજબ પુરતો પગાર ચૂકવવાની માંગ કરી :વસ્તી ગણતરી, ચૂંટણી અને અન્ય સર્વે જેવી બિન-આરોગ્યલક્ષી કામગીરીનો વિરોધ

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આશાવર્કર અને ફેસિલેટર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બહેનોએ ફિક્સ પગાર અને ઈન્સેન્ટિવને બદલે લઘુતમ વેતન મુજબ પુરતો પગાર ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત, વસ્તી ગણતરી, ચૂંટણી અને અન્ય સર્વે જેવી બિન-આરોગ્યલક્ષી કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ ઓનલાઈન કામગીરી માટે નવો એન્ડ્રોઇડ મોબાઈલ આપવાની પણ રજૂઆત કરવામાં આવી છે. જો માંગણીઓ નહીં સ્વીકારાય તો રાજ્યવ્યાપી હડતાળની ચીમકી આપવામાં આવી છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
