તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
નૂતન વર્ષના આરંભે વિવિધ તીર્થધામો અને પવિત્ર સ્થાનોમાં કથાકાર રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને યોજાશે શ્રી રામકથા અને શ્રી ભાગવત કથાના મહોત્સવ
નવેમ્બર ૨૦૨૬થી સપ્ટેમ્બર ૨૦૨૭ સુધી ચાલનારી આ કથા શ્રૃંખલામાં રામેશ્વરધામ, અમદાવાદ, સાણંદ, ધ્રોળ તેમજ નૈમિષારણ્ય, ઋષિકેશ, હરિદ્વાર, જગન્નાથપુરી, તિરુપતિ બાલાજી અને બદ્રીનાથ જેવા દિવ્ય ક્ષેત્રોમાં ધર્મપ્રેમીઓને મળશે કથાગાનનો લહાવો

ઈશ્વરિયા : નૂતન વર્ષના પાવન અવસરથી લઈને આગામી આખા વર્ષ દરમિયાન દેશભરના વિવિધ તીર્થ ક્ષેત્રો અને પવિત્ર સ્થાનોમાં જાણીતા કથાકાર રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને ભવ્ય શ્રી રામકથા અને શ્રી ભાગવત કથાના સત્રો યોજાવા જઈ રહ્યા છે. ધર્મપ્રેમી જનતા માટે આ સમગ્ર વર્ષ આસ્થા અને અધ્યાત્મથી છલકાઈ રહેવાનું છે, કારણ કે વિવિધ સંસ્થાઓ અને યજમાનોના સહયોગથી ઠેર ઠેર કથાગાનના ભવ્ય આયોજનો અત્યારથી જ નિર્ધારિત કરી લેવામાં આવ્યા છે.
કથાકાર રામેશ્વરબાપુ હરિયાણીના મુખેથી રામકથા અને ભાગવત કથાનું અમૃતપાન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી કથા મહોત્સવોનું વિસ્તૃત સમયપત્રક નીચે મુજબ રહેશે:
* રામેશ્વરધામ શ્રી રામકથા: તા. ૧૧-૧૧-૨૦૨૬ થી તા. ૧૯-૧૧-૨૦૨૬ (ભાઈબીજ પર્વથી પ્રારંભ)
* અમદાવાદ શ્રી રામકથા: તા. ૨૧-૧૧-૨૦૨૬ થી તા. ૨૯-૧૧-૨૦૨૬
* સાણંદ ભાગવત કથા: તા. ૩૦-૧૧-૨૦૨૬ થી તા. ૫-૧૨-૨૦૨૬
* ધ્રોળ ભાગવત કથા: તા. ૧૯-૧૨-२०२६ થી તા. ૨૫-૧૨-૨૦૨૬
* નૈમિષારણ્ય ભાગવત કથા: તા. ૨૯-૧૨-૨૦૨૬ થી તા. ૪-૧-૨૦૨૭
* જોડિયાધામ શ્રી રામકથા: તા. ૩૦-૧-૨૦૨૭ થી તા. ૭-૨-૨૦૨૭
* ઋષિકેશ ભાગવત કથા: તા. ૧૨-૩-૨૦૨૭ થી તા. ૧૮-૩-૨૦૨૭
* હરિદ્વાર ભાગવત કથા: તા. ૮-૫-૨૦૨૭ થી તા. ૧૪-૫-૨૦૨૭
* જગન્નાથપુરી શ્રી રામકથા: તા. ૨૯-૫-૨૦૨૭ થી તા. ૬-૬-૨૦૨૭
* તિરુપતિ બાલાજી ભાગવત કથા: તા. ૮-૬-૨૦૨૭ થી તા. ૧૪-૬-૨૦૨૭
* બદ્રીનાથ (ઉત્તરાખંડ - હિમાલય) ભાગવત કથા: તા. ૧૮-૯-૨૦૨૭ થી તા. ૨૪-૯-૨૦૨૭
આ નિર્ધારિત આયોજનો ઉપરાંત આગામી દિવસોમાં અન્ય પવિત્ર સ્થળોએ પણ કથાઓ યોજવા અંગેના આયોજનોને આખરી ઓપ આપવામાં આવશે. આ તમામ ધાર્મિક મહોત્સવોને સફળ બનાવવા માટે સંબંધિત યજમાન પરિવારો અને આયોજક સંસ્થાઓ દ્વારા અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
