<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી : શ્રી સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવના આશિર્વાદ મેળવ્યા

સોમનાથ ટ્રસ્ટના ટેમ્પલ મેનેજર અનિલભાઈ મિસ્ત્રીએ ટ્રસ્ટ વતી શ્રી સોમનાથ મહાદેવની તસવીર તેમજ પ્રસાદ ભેટ અર્પણ કરી : રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર ઉપસ્થિત

ગીર સોમનાથ તા.૨૯ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શીશ ઝૂકાવ્યું હતું.અને  ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

             બિલ્વપત્રો-પુષ્પો સહિતની સામગ્રી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી હતી.

               સોમનાથ ટ્રસ્ટના ટેમ્પલ મેનેજર  અનિલભાઈ મિસ્ત્રીએ ટ્રસ્ટ વતી અધ્યક્ષ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સોમનાથ મહાદેવની તસવીર તેમજ પ્રસાદ ભેટ અર્પણ કરી હતી.

              આ પૂજા દરમિયાન રાજ્યસભાના સાંસદ  માનસિંહભાઈ પરમાર તેમની સાથે રહ્યાં હતાં.આ અવસરે પ્રાંત અધિકારી જે.વી.કાકડિયા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી, ચેતન ખટાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(3:16 PM IST)