<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

દ્વારકાધીશના ચરણોમાં સીશ નમાવતા વિધાનસભા અધ્યક્ષ : શંકરભાઈ ચૌધરીએ દ્વારકાધીશના દર્શન કરી રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

પ્રાંત અધિકારી ગઢવી દ્વારા અધ્યક્ષનું મોમેન્ટો અને ઉપરણું પહેરાવી વિશેષ સ્વાગત કરાયું

(કૌશલ સાવજાણી દ્વારા) જામ ખંભાળિયા : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજરોજ દ્વારકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રસિદ્ધ જગત મંદિર ખાતે પહોંચીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી.

વિધાનસભા અધ્યક્ષે મંદિર પરિસરમાં વિધિપૂર્વક પૂજા-અર્ચના કરી હતી અને ભગવાન દ્વારકાધીશ પાસે સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.

દ્વારકાધીશ મંદિર ખાતે પધારેલા વિધાનસભા અધ્યક્ષનું પ્રાંત અધિકારી ગઢવી દ્વારા ઉપરણું ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

(8:22 PM IST)