News of Wednesday, 4th November 2026
પ્રોહીબિશનની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ પાસા : કલેકટર કચ્છ-ભુજ દ્વારા પાસા વોરંટ ઈસ્યુ કરતા કુલ ૩ ઈસમોની પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પર રોક લગાવવા કડક કાર્યવાહી

( વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સૂચના આપેલ હોય, જે અન્વયે નીચે જણાવેલ બોડી-બોડી પ્રવૃત્તિ કરતા આરોપીઓને જે બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો ગાંધીધામમાં લાવીને વેચાણ કરી હેરફેર કરવા સબંધે તેમના વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશનના ગુનાઓ દાખલ થયેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટરશ્રી એલ.સી.બી તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી અંજાર દ્વારા તેમના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સદરહુ પાસા દરખાસ્ત કલેક્ટરશ્રી કચ્છ-ભુજ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ. જે અન્વયે કલેક્ટર અનિલ રણાવસિયા સાહેબ કચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્તો મંજૂર રાખી આરોપીઓની અટકાયત કરવા પાસા વોરંટ ઈસ્યુ કરતા એલ.સી.બી ની ટીમ દ્વારા આરોપીઓની પાસા તળે અટકાયત કરી સુરત, વડોદરા તથા અમદાવાદ ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે.
અટકાયત કરાયેલ આરોપીઓમાં પ્રથમ રાહુલ વિનોદભાઈ ચૌહાણ ઉ.વ. ૨૪ રહે. નવાવાસ, ગલપાદર તા. ગાંધીધામ વાળાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે, બીજા દિનેશ ઉર્ફે બંટી પડારામ મીણા ઉ.વ. ૨૮ રહે. પ્લોટ નં. ૭૯૯, શાંતીધામ, ગલપાદર તા. ગાંધીધામ મૂળ રહે. સેવાડી તા. બાલી, જી. પાલી રાજસ્થાન વાળાને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે અને ત્રીજા દિલીપ મોડારામ મીણા ઉ.વ. ૪૩ રહે. પ્લોટ નં. ૭૯૯, શાંતીધામ, ગલપાદર તા. ગાંધીધામ મૂળ રહે. સેવાડી તા. બાલી, જી. પાલી રાજસ્થાન વાળાને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલ ગુનાની વિગતમાં રાહુલ વિનોદભાઈ ચૌહાણ વિરુદ્ધ અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૮૦૧/૨૬ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ., ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૫૫૦૮/૨૫ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ., અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧/૨૧ પ્રોહી.ક.કલમો, ૬૫.૩, ૩૮૧, ૧૧૬(૧), ૯૭ વિ., અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૮૬/૨૩ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી, ૮૮(૨), ૯૧ વિ., ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૫૫/૨૩ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ., આદિપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૦૬/૨૬ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી, ૧૧૬વિ., ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૮૩૧/૨૪ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ., ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૪૧/૨૫ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ. મુજબના ગુના દાખલ થયેલ છે.
દિનેશ ઉર્ફે બંટી પડારામ મીણા વિરુદ્ધ ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૩૧/૨૫ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ. અને ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૪૧/૨૫ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ. મુજબના ગુના દાખલ થયેલ છે.
દિલીપ મોડારામ મીણા વિરુદ્ધ ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૩૧/૨૫ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ., ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૪૧/૨૫ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ., અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૨૧/૨૧ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ., અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૩૦/૨૪ પ્રોહી.ક.કલમો, ૧૧૬બી વિ. અને અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૧૬/૨૧ એમ.વી. એક્ટ ૧૦૫ મુજબના ગુના દાખલ થયેલ છે.
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોલજા તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
