<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

આટકોટમા કાલે મહાસતી શ્રી લોયણ માતાના મંદિરે અષાઢી બીજ મહોત્‍સવ ઉજવાશે

વિશ્‍વના એકમાત્ર આટકોટ ખાતે આવેલ મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્‍ય ઉજવણી કરવામાં આવશેઃ દેશભરમાંથી લુહાર સમાજના ભાવિકજનો ઉમટી પડશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૫: વિશ્વમાં એકમાત્ર આટકોટ ખાતે આવેલા લુહાર જ્ઞાતિના કુળદેવી મહાસતિ શ્રી લોયણ માતાના મંદિરે કાલે અષાઢી બીજ મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે.

આટકોટના આ ઐતિહાસિક મંદિરે આવતી કાલે યોજનારા ધાર્મિક કાર્યક્રમોમાં સવારે ૬:૧૫ કલાકે હેમાદ્રી,૬.૩૦ ગ્રહશાંતિ,૭ કલાકે યજ્ઞ પ્રારંભ થશે બપોરે મહાપ્રસાદમાં ફરાળ,૧૨ કલાકે યજ્ઞનું બીડું હોમાંશે ત્‍યારબાદ પ્રતિ વર્ષની જેમ જુદા જુદા ફ્‌લોટ સાથે બપોરે ૨ કલાકે માતાજીની વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરશે સાંજે ૪ કલાકે ધ્‍વજારોહણ બાદ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્‍યુ છે.

આજે રાત્રે મંદિર ખાતે જ ભવ્‍ય સંતવાણી રાખવામાં આવી છે જેમાં શૈલેષભાઈ પીઠવા,હેતલબેન વાઘેલા,રાહુલભાઈ ગોહિલ સહિત કલાકારો સંતવાણીનો લાભ આપશે.

આ મહોત્‍સવનો લાભ લેવા શ્રી મહાસતિ લોયણદેવ સમસ્‍ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્‍ટ આટકોટના પ્રમુખ જે.પી.રાઠોડ,ઉપપ્રમુખ રમેશભાઈ ડોડીયા,મંત્રી ચંદુભાઈ વાઘેલા ટ્રસ્‍ટી રામજીભાઈ પરમાર,મનસુખભાઈ સોલંકી, હરેશભાઈ દાવડા, શાંતિભાઈ રાઠોડ, કાંતિભાઈ પીઠવા, વિનુભાઈ ડોડીયા,અરવિંદભાઈ ચૌહાણ, દામજીભાઈ ગોહેલ, મહેશભાઈ ડોડીયા, મનુભાઈ પરમાર તેમજ લુહાર સુથાર સમાજ આટકોટ દ્વારા જણાવવામાં આવ્‍યું છે

(10:35 AM IST)