News of Wednesday, 25th November 2026
જામનગર APMCમાં મગફળીની આવક ફરી શરૂ થતાં જ વાહનોની 4 કિમી લાંબી કતાર લાગી
યાર્ડમાં અંદાજે 400 જેટલા વાહનો મગફળી ભરીને ઉમટી પડ્યા: યાર્ડમાં ખાસ કરીને 9 અને 66 નંબરની મગફળીની ધૂમ આવક

જામનગર માર્કેટિંગ યાર્ડ (APMC) ખાતે મગફળીની આવક ફરીથી શરૂ કરવામાં આવતા જ ખેડૂતોના વાહનોની 4 કિલોમીટર જેટલી લાંબી કતારો લાગી ગઈ છે. યાર્ડમાં અંદાજે 400 જેટલા વાહનો મગફળી ભરીને ઉમટી પડ્યા છે. અગાઉ 20 તારીખથી યાર્ડ મગફળીના જથ્થાથી સંપૂર્ણપણે ભરાઈ જતાં નવી આવક બંધ રાખવામાં આવી હતી, પરંતુ આજે આવક ફરી શરૂ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને પહોંચ્યા છે. પંથકમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતાં, તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની સારી ખરીદી કરવામાં આવતી હોવાથી યાર્ડમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને 9 અને 66 નંબરની મગફળીની ધૂમ આવક નોંધાઈ રહી છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
