<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

આરઝી હકુમતદિન (જૂનાગઢ મુકિત દિન) ની ઉજવણી: મહાનગરપાલિકા,જૂનાગઢ ઘ્વારા વિજય સ્તંભનું પૂજન કરાયું.

સાંજે બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજી કાર્યક્રમનું આયોજન...

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ :આરઝી હકુમતદિન (જૂનાગઢ મુકિત દિન)ની ઉજવણીના ભાગ રૂપે મહાનગરપાલિકા,જૂનાગઢ ઘ્વારા બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ,જૂનાગઢ ખાતે સવારે ૦૯:૩૦ કલાકે વિજય સ્તંભનુ પૂજન વિધી કાર્યક્રમ.મેયર ધર્મેશભાઈ ડી પોશિયા,માન.ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડે.મેયર આકાશભાઈ કટારા,સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર,શહેર પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી,નાયબ કમિશનર જયેશ પી.વાજા, કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ,સોનલબેન પનારા, વિનસ ભાઈ હદવાણી,પ્રવિણભાઈ વાઘેલા,આસિ.કમિશનર(ટે) કલ્પેશ જી. ટોલિયા,પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન  હરેશભાઈ પરસાણા,અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી,યોગીભાઈ પઢિયાર,પ્રવિણભાઈ અકબરી,ભરતભાઈ બાલસ, મહાનગર પાલિકા,જુનાગઢના અધિકારીઓ/કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ સાંજે ૦૭:૦૦ કલાકે બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં સૌ શહેરીજનોને પધારવા મેયર ધર્મેશભાઈ ડી. પોશિયા દ્વારા અપીલ કરવામાં આવે છે.

(1:50 PM IST)