<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

મુંબઈમાં ચોમાસાના આગમન સાથે સૌરાષ્‍ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલ્‍ટો આવશે

૨૭ જૂનથી ૫ જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વાવણી લાયક વરસાદની સંભાવનાઃ હવામાન નિષ્‍ણાત વજુભાઈ બારૈયાની આગાહી

(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી, તા.૨૨: ગુજરાત હવામાન ગ્રુપના હવામાન નિષ્‍ણાત વજુભાઈ બારૈયાના જણાવ્‍યા મુજબ મુંબઈમાં ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. આગામી દિવસોમાં સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે.

વજુભાઈ બારૈયાના અનુમાન મુજબ તારીખ ૨૭ જૂનથી ૫ જુલાઈ સુધીના ગાળામાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. આ વરસાદ ગાજવીજ સાથે પડશે અને ખેડૂતો માટે વાવણી લાયક ગણાશે. ચોમાસાની આ સિસ્‍ટમના કારણે રાજ્‍યના તમામ વિસ્‍તારોમાં સારો વરસાદ થવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

મુંબઈમાં ચોમાસાના આગમનની અસર સૌથી પહેલા સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. આ વિસ્‍તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાની શરૂઆત થશે. બાદમાં ધીમે-ધીમે સમગ્ર રાજ્‍યમાં ચોમાસુ સક્રિય થશે.

વાવણીની સિઝનને ધ્‍યાનમાં રાખીને આગાહી ખેડૂતો માટે ખૂબ જ મહત્‍વની છે. ગાજવીજ સાથે થનારો આ વરસાદ ખેતીની શરૂઆત માટે અનુકૂળ રહેશે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે.

(3:17 PM IST)