તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 19th June 2026
મેઘરાજાનુ આગમન : હાલોલ ૫ ઇંચ, ગોધરા અને જાંબુઘોડા ૩.૫ ઇંચ તો શહેરા ૩ ઇંચ
રાજયના ર૩ જિલ્લાના ૭૬ તાલુકાઓમાં વરસાદ પડયો

ભાવનગરઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી- ભાવનગર)
(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : લાંબા વિરામ બાદ મેઘરાજનું ગુજરાતમાં આગમન થયું છે. ૨૩ જીલ્લાના ૭૬ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. જેમાં હાલોલ ૧૧૬ મીમી, ગોધરા ૮૫ મીમી, જાંબુઘોડા ૮૦ મીમી, શહેરા ૭૮ મીમી વરસાદ નોંધાયો છે.
ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો હાલોલ (પંચમહાલ) - ૧૧૬ મી.મી., ગોધરા (પંચમહાલ) - ૮૫ મી.મી., જાંબુઘોડા (પંચમહાલ) - ૮૦ મી.મી., શેહેરા (પંચમહાલ) - ૭૮ મી.મી., બરવાળા (બોટાદ) - ૭૦ મી.મી., કડી (મહેસાણા) - ૬૫ મી.મી., ઘોઘંબા (પંચમહાલ) - ૫૫ મી.મી., નડિયાદ (ખેડા) - ૫૩ મી.મી., મોરવા હડફ (પંચમહાલ) - ૫૧ મી.મી., બોડેલી (છોટાઉદેપુર) - ૩૮ મી.મી., ખટુંબા (મહિસાગર) - ૩૬ મી.મી., જેતપુર પાવી (છોટાઉદેપુર) - ૩૩ મી.મી., સંતરામપુર (મહિસાગર) - ૩૦ મી.મી., ધંધુકા (અમદાવાદ) - ૨૮ મી.મી., કલોલ (ગાંધીનગર) - ૨૭ મી.મી., કલોલ (પંચમહાલ) - ૨૭ મી.મી., સાવલી (વડોદરા) - ૨૬ મી.મી., ગળતેશ્વર (ખેડા) - ૨૫ મી.મી., વડાલી (સાબરકાંઠા) - ૨૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના ૫૭ તાલુકાઓમાં ૧ થી ૨૪ મિમી વરસાદ નોંધાયો છે. હાલમાં મેઘરાજા ખેડા અને પંચમહાલ જિલ્લામાં વરસી રહ્યા હોવાની માહિતી મળી રહી છે
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
