<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું દ્વારકામાં આગમન : લાભ પાંચમ સુધી શારદાપીઠ ખાતે બિરાજશે

સનાતન ધર્મપ્રેમીઓ માટે દરરોજ સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર

દ્વારકા: પશ્ચિમામ્નાય અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું દ્વારકા ખાતે શારદાપીઠ શંકરાચાર્ય મઠમાં મંગલ આગમન થયું છે. પૂજ્ય શંકરાચાર્ય મહારાજશ્રી ગત તા. ૦૪-૧૧-૨૦૨૬, બુધવારના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે દ્વારકા શારદાપીઠ ખાતે પધાર્યા હતા અને તેઓ આગામી તા. ૧૪-૧૧-૨૦૨૬ ને લાભ પાંચમ સુધી અહીં જ બિરાજમાન રહેવાના છે.

દર્શન અને આશીર્વાદનો સમયગાળો:
શ્રી શારદાપીઠ દ્વારકાના બ્રહ્મચારી નારાયણાનંદજી દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, પૂજ્ય શંકરાચાર્ય મહારાજશ્રીના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સનાતન ધર્મપ્રેમીઓ માટે વિશેષ સમય નક્કી કરવામાં આવ્યો છે. ભાવિક ભક્તો દરરોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી તેમજ સાંજે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક દરમિયાન પૂજ્ય મહારાજશ્રીના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવી શકશે.

દ્વારકા શારદાપીઠ દ્વારા તમામ સનાતન ધર્મપ્રેમીઓ અને ભાવિક ભક્તોને આ પાવન અવસર પર પૂજ્ય મહારાજશ્રીના દર્શન-આશીર્વાદનો લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(10:59 PM IST)