તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
માળીયામિંયાણાના વવાણીયા ગામે જુના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ
પાઇપ, ધારીયા, ધોકા ઉડતા બન્ને પક્ષના મહિલાઓ સહિત અનેકને ઇજાઃ બન્ને પક્ષના ૩૧ સામે પોલીસમાં સામસામી ફરીયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૭: મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના વવાણિયા ગામે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા લગ્ન પ્રસંગના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. સામસામે આવી ગયેલા બંને પરિવારોના સભ્યોએ એકબીજા પર લોખંડના પાઇપ, લાકડાના ધોકા, ટામી અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ સામસામી મારામારીમાં બંને પક્ષે મહિલાઓ સહિતના લોકોને ગંભીર અને મુંઢ ઈજાઓ પહોંચી હતી. માળિયા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કુલ ૩૧ લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.
પ્રથમ ફરિયાદ મોરબીના વીસીપરામાં રહેતા કાસમભાઈ દાઉદભાઈ બુચડ (ઉ.વ. ૪૧) એ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, ગત તા. ૨૫/૧૦/૨૦૨૬ ના રોજ કાસમભાઈ અને તેમના કુટુંબીજનો વાવણિયા ગામે તેમના કાકાના દીકરા હનીફના લગ્ન પ્રસંગમાં ગયા હતા. બપોરે ચારેક વાગ્યે તેઓ મસ્જિદ પાસે ચાલતા જતા હતા ત્યારે અગાઉના લગ્ન પ્રસંગના મનદુઃખને કારણે હનીફભાઈ જુસબભાઈ ભટ્ટી સહિતના ૧૭ લોકોના ટોળાએ તેમને આંતરીને ‘‘તમે બધા અમારા ગામમાં કેમ આવ્યા છો'' કહીને ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ લોખંડના પાઇપ, ટામી, ધારીયું અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સલીમ નામના શખ્સે કાસમભાઈને માથામાં ધારીયું માર્યું હતું, જ્યારે હનીફ ભટ્ટીએ લોખંડના પાઈપથી પગમાં ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત કાસમભાઈના નાના ભાઈ હનીફ તથા અન્ય મહિલાઓ અને સભ્યોને પણ મુંઢ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. પોલીસે કાસમભાઈની ફરિયાદ પરથી હનીફભાઈ ભટ્ટી સહિત ૧૭ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
સામા પક્ષે વળતી ફરિયાદ રહીમભાઈ મુસાભાઈ ભટ્ટી (ઉ.વ. ૪૬, રહે. મોરબી, મૂળ વવાણિયા) એ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ અને તેમનો દીકરો આબીદ વાવણિયામાં સમંશાપીરની દરગાહે ઉર્સના મેળામાં આવ્યા હતા. બપોરના સમયે તેઓ મસ્જિદ પાસે હતા ત્યારે મામદભાઈ કાસુભાઈ બુચડ સહિતના ૧૪ લોકોનું ટોળું ત્યાં આવી ચડયું હતું. જૂના મનદુઃખને કારણે બોલાચાલી થયા બાદ આ ૧૪ શખ્સોએ ગાળો આપી લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કાસમભાઈ બુચડે હાજરાબેનને માથામાં લોખંડનો પાઈપ મારતા તેમને કપાળમાં ટાંકા આવ્યા હતા. જ્યારે હનીફભાઈ બુચડે લાકડાના ધોકાથી રહીમભાઈને આંગળીના ભાગે અને રફીક બુચડે પાઈપથી અનવર ભટ્ટીને ઈજાઓ પહોંચાડી હતી. વચ્ચે પડનાર વળદ્ધા શરીફાબેનને પણ આરોપીઓએ માર માર્યો હતો.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
