<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

અંજારના વરસામેડીમાં પાણીના વાલ્વ ખોલવાની બાબતે જૂની અદાવતમાં સશસ્ત્ર હુમલો: મહિલા સહીત 4 લોકો ગંભીર ઘાયલ

હુમલાખોરોએ પરિવાર પર પિસ્તોલથી ફાયરિંગનો પ્રયાસ કરી ધોકા અને લાકડાં વડે હુમલો કર્યો: જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર બહાર પાર્ક કરેલી બસના કાચ પણ તોડી નાખ્યા

અંજારના વરસામેડી વિસ્તારમાં પાણીનો વાલ્વ ખોલવા જેવી સામાન્ય બાબતે જૂની અદાવત ઉગ્ર બની હતી. જેમાં હુમલાખોરોએ પરિવાર પર પિસ્તોલથી ફાયરિંગનો પ્રયાસ કરી ધોકા અને લાકડાં વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત પરિવારના 4 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર બહાર પાર્ક કરેલી બસના કાચ પણ તોડી નાખ્યા હતા. આ બનાવથી આખા વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો છે. અંજાર પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(9:13 PM IST)