<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડવા શિક્ષકોને જવાબદારી સ્‍વીકારવા અર્જુનભાઇનો અનુરોધ

ખંભાળામાં કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્‍યોઃ પ્રવચનમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્‍સાહન આપવા જણાવ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬: ખંભાળા ખાતે મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શાળા પ્રવેશોત્‍સવમાં હાજર રહીને બાળકોને શૈક્ષણિક કિટ આપી શાળામાં પ્રવેશ કરાવ્‍યો હતો અને અર્જુનભાઇએ પ્રવચનમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્‍સાહન આપવા તેમજ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડવા વ્‍યક્‍તિગત જવાબદારી સ્‍વીકારવા શિક્ષકોને અપીલ કરી હતી.

મંત્રીશ્રી અર્જુનભાઇએ જણાવ્‍યું હતું કે રાજ્‍યમાં શિક્ષણના સ્‍તરને વધુ મજબૂત બનાવવા અને ૧૦૦ ટકા નામાંકન સુનિヘતિ કરવાના હેતુથી શાળા પ્રવેશોત્‍સવ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. પૂર્વ મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલા આ અભિયાનનો મુખ્‍ય ઉદ્દેશ ડ્રોપઆઉટ દર ઘટાડીને વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સુધી ગુણવત્તાયુક્‍ત    શિક્ષણ   ઉપલબ્‍ધ કરાવવાનો છે.

‘નમો લક્ષ્મી યોજના' સહિતની વિવિધ શિષ્‍યવળત્તિ યોજનાઓ દ્વારા દીકરીઓના શિક્ષણને વિશેષ પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારી શાળાઓમાં ઉપલબ્‍ધ આધુનિક સુવિધાઓ અને લાયકાત ધરાવતા શિક્ષકોના કારણે અનેક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સરકારી શિક્ષણમાંથી આગળ આવ્‍યા હોવાનું અર્જુનભાઇએ જણાવ્‍યું હતું. ખંભાળા ગામમાં ધોરણ-૧થી ૧૨ સુધીની શાળા તથા કન્‍યા છાત્રાલયની સુવિધાનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્‍યું કે ગ્રામ્‍ય વિસ્‍તારમાં શિક્ષણ માટે આ એક પ્રેરણાદાયી મોડેલ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે સ્‍વચ્‍છતા, પર્યાવરણ સંરક્ષણ અને વ્‍યસનમુક્‍તિ અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્‍યું હતું. તેમજ ‘એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત પરિવારના દરેક સભ્‍યને વળક્ષારોપણ કરવાની અપીલ કરી હતી.

ડ્રોપઆઉટ રેશિયોની ચર્ચા કરતાં તેમણે શિક્ષકોને અર્જુનભાઇએ અપીલ કરી હતી કે શિક્ષણ છોડનારા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડવા માટે વ્‍યક્‍તિગત જવાબદારી સ્‍વીકારે. વાલીઓ સાથે સતત સંપર્કમાં રહી એક પણ બાળક અભ્‍યાસથી વંચિત ન રહે તે માટે પ્રયત્‍નો વધારવા પર તેમણે ભાર મૂકયો હતો. રાજ્‍ય સરકારનો સંકલ્‍પ છે કે ધોરણ-૧૨ સુધી ૧૦૦ ટકા વિદ્યાર્થીઓ શિક્ષણ પૂર્ણ કરે.

ડાયેટના પ્રાચાર્ય શ્રી અલ્‍તાફ રાઠોડે ખંભાળા વિસ્‍તારની શૈક્ષણિક સંસ્‍થાઓની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્‍યું હતું કે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અંતર્ગત દીકરીઓના શિક્ષણ માટે ઘર-ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. તેમણે જણાવ્‍યું કે હાલ ૩૦૦ની ક્ષમતા સામે ૨૪૯ દીકરીઓ અભ્‍યાસરત છે. બાકીની ૫૧ ખાલી બેઠકો પણ વહેલી તકે ભરાય તે માટે સૌએ મળીને પ્રયાસ કરવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે કોઈના કહેલા બે પ્રેરણાદાયી શબ્‍દો પણ બાળકનું જીવન બદલી તેને ઉચ્‍ચ અધિકારી બનાવી શકે છે.

જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિનોદ પરમારે મંત્રીશ્રીના શિક્ષણ ક્ષેત્રેના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્‍યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવની શરૂઆત કર્યા બાદ દીકરીઓના શિક્ષણમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે કેજીબીવીની વિવિધ પ્રવળત્તિઓ અને ઉત્તમ પરિણામોની પણ માહિતી આપી હતી.

મંત્રીશ્રી અર્જુનભાઇ સહિતના મહાનુભાવોએ બાલવાટિકા, આંગણવાડી, ધોરણ-૧ અને ધોરણ-૯માં પ્રવેશ મેળવનારા બાળકોને શુભેચ્‍છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્‍યની કામના કરી હતી. આ ઉપરાંત વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ સ્‍થાન મેળવનારા વિદ્યાર્થીઓ તથા દાતાશ્રીઓનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્‍તે શાળા પરિસરમાં વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંકલ્‍પ પણ લેવડાવવામાં આવ્‍યો હતો. ઉપરાંત ધોરણ-૯ના નવા વર્ગખંડનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

ખંભાળા શાળા પ્રવેશોત્‍સવમાં તાલુકા પંચાયત પ્રમુખ જયેશભાઈ ભુતિયા, રાણાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ, કુતિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બાબુભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્‍ય  સંજયભાઈ, તાલુકા પંચાયત સદસ્‍ય ભદુભાઈ ગુરગુટિયા, અગ્રણીઓ વીરાભાઈ મકવાણા, સામતભાઈ મોઢવાડિયા, પોપટભાઈ ખૂટી, રાણાભાઈ, દિલીપભાઈ સહિતના અધિકારીઓ, અગ્રણીઓ, બાળકો તથા વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:27 PM IST)