તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
અર્જુનભાઈ મોઢવાડીયા સાથે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી તથા બ્રીજભાઈ - મીનાબેન ઠક્કરની મુલાકાત
ચોટીલા સ્થિત વરૂણ સ્મળતિ અને વરૂણ વન વિશે જાણીને મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ રાજીપો વ્યક્ત કર્યો હતો

રાજકોટ, તા.૬: ગુજરાત રાજ્યના સંસ્કળતિ-સાહિત્ય-પ્રેમી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા દિલ્હી નિવાસી અને મોરબી જિલ્લાના ટંકારાના મૂળ વતની સેવાભાવી દંપતી બ્રીજભાઈ ઠક્કર અને મીનાબેન ઠક્કરે લાગણીસભર મુલાકાત કરી હતી. માત્ર ૨૫ વર્ષની યુવા વયે આપણી વચ્ચેથી અણધારી વિદાય લેનાર સેવાભાવી, પર્યાવરણ-પ્રેમી, યુવા વયે વિવિધ ક્ષેત્રોમાં અનેક વિશિષ્ટ સોપાન સર કરનાર સ્વ. વરૂણભાઈ બ્રીજભાઈ ઠક્કર (કક્કડ)ની પુણ્યસ્મળતિમાં એમના બ્રીજભાઈ મનુભાઈ ઠક્કર પરિવાર દ્વારા વરૂણ સ્મળતિ અંતર્ગત માં ચામુંડાની પાવનભૂમિ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) સ્થિત ચોટીલા ડુંગર પારંપરિક પરિક્રમા પથ પર વિવિધ પ્રકારના ૨૧૦૦ જેટલાં વળક્ષોનાં વરૂણ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચોટીલા સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારક ખાતે પણ વળક્ષારોપણ કરવામાં આવ્યું છે.ચોટીલા સ્થિત વરૂણ સ્મળતિ અને વરૂણ વન વિશે જાણીને મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ રાજીપો વ્યક્ત કર્યો હતો. મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારક અને વરૂણ વનની મુલાકાતે ચોટીલા પધારવા પિનાકી મેઘાણી અને બ્રીજભાઈ ઠક્કરે ભાવભર્યું નિમંત્રણ પણ આપ્યું હતું.
આલેખન પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન
(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
