તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
પોરબંદરમાં અષાઢી બીજે વિવિધ સમાજની શોભાયાત્રામાં જોડાતા અર્જુનભાઇ મોઢવાડીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭: અષાઢી બીજે જિલ્લામાં વિવિધ સમાજો દ્વારા આયોજિત શોભાયાત્રાઓમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ઉપસ્થિત રહી ભાવિકોનો ઉત્સાહ વધાર્યો હતો અર્જુનભાઇએ રામદેવજી પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કરી સૌને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ બોખીરા ધામ ખાતે શ્રી વિશ્વકર્મા વ્યાવસાયિક પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને જણાવ્યું હતું કે ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, અહીં એકત્રિત થયેલા સમાજના તમામ ભાઈ-બહેનો પ્રગતિના પંથે આગળ વધે, શિક્ષિત બને અને સમગ્ર દેશ તથા વિશ્વનું નેતળત્વ કરે. અર્જુનભાઇએ ઉદ્યોગપતિઓના પ્રોડક્ટ્સનું એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રી અર્જુનભાઇ ગોલારાણા સમાજ તેમજ શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં જોડાયા હતા. તેમણે સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓ સાથે આત્મીય મુલાકાત કરી ધાર્મિક અને સાંસ્કળતિક પરંપરાઓ સમાજમાં એકતા, સૌહાર્દ અને સંસ્કારોને મજબૂત બનાવે છે તેવો સંદેશ આપ્યો હતો.
મંત્રીશ્રી અર્જુનભાઇએ બોખીરા ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉપરાંત સંતશ્રી દેવતણખી બાપા તથા લીરબાઈ માતાજીના જન્મસ્થળ બોખીરાધામ, શ્રી લીરલ ધામ શિશલીની મુલાકાત કરી રાજ્ય અને દેશની સુખ-શાંતિ, સમળદ્ધિ તથા સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
અષાઢી બીજ નિમિતે મોઢવાડાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા મંત્રીશ્રીએ લીરબાઈ માતાજીના મંદિરે દર્શન કરીને મંત્રીશ્રીએ પોતાના હસ્તે ભાવિકોને પ્રસાદરૂપ ભોજન પીરસી સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે ભક્તો સાથે આત્મીયતા પૂર્વક મુલાકાત કરી સૌના સુખ, શાંતિ અને સમળદ્ધિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમો દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતાપ કેશવાલા, મહાનગરપાલિકાના મેયર સાગરભાઇ મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, સુદામા ડેરીના ચેરમેન ડો. આકાશ રાજ્શાખા, અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો જિલ્લા પંચાયતના સદસ્યો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
