<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

મોરબી,રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની નિમણૂક

ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્‍યક્ષ તરીકે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા )મોરબી, તા.૨૧: તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જીલ્લા કક્ષાથી પ્રદેશ કક્ષા સુધી સંગઠાત્‍મક વિવિધ નિમણૂકો કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ હંસાબેન પારેધીની ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્‍યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ભૂતપૂર્વ રાજકોટ જીલ્લા પંચાયતના અને પૂર્વ મોરબી જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખ તરીકે તેઓએ નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારીઓનું વહન કરવા સાથે જીલ્લાના અનેક વિકાસકામો કરી  પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. બબ્‍બે વખતના જીલ્લા પ્રમુખના સમયમાં તેઓ બેદાગ અને વિવાદોથી દૂર રહ્યા છે.

સ્‍વભાવે મળદુ, ઓછાબોલા અને સીધાસાદા,નીર્રઅભિમાની હોવાની છબી ધરાવતા હંસાબેન પારેઘી પર મોરબી જીલ્લા ભાજપ પરિવાર તેમજ જ્ઞાતિ, સંગઠનો દ્વારા તેમના મો.નં. ૯૬૩૮૫૩૨૩૦૫ પર અભિનંદન વર્ષા થઇ રહી છે

(12:56 PM IST)