News of Tuesday, 17th November 2026
મોરબીના દીઘલીયામાં દારૂના નશામાં ચિરાગ ઝેર પી ગયો
૨૪ વર્ષના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૭: મોરબીના દીઘલીયા ગામે ઇસ્માઇલભાઇની વાડીમાં રહી ખેત મજુરી કરતાં ચિરાગ શીવરામભાઇ ગોંદર (ઉ.વ.૨૪) નામના યુવાને સાંજે વાડીએ હતો ત્યારે ખેતરમાં છાંટવાની દવા પી લેતાં બેભાન હાલતમાં મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.
ચિરાગ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો અને કુંવારો છે. તે મુળ મધ્યપ્રદેશનો વતની છે. દીઘલીયામાં વાડીમાં રહી મજૂરી કરે છે. દારૂના નશામાં તે દવા પી ગયાનું સગાએ જણાવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
