News of Thursday, 18th June 2026
ભાવનગરની સર ટી. મેડિકલ કોલેજમાં 13 વિદ્યાર્થીની ફરિયાદ બાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ શરૂ
6 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ સાથે અલગ-અલગ પ્રકારનું રેગિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ

ભાવનગરની સર ટી. મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવતા શૈક્ષણિક વર્તુળોમાં ચકચાર મચી છે. કોલેજના 13 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી અનામી લેખિત રજૂઆતના આધારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. રજૂઆતમાં 6 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ સાથે અલગ-અલગ પ્રકારનું રેગિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ તપાસ શરૂ કરી છે.
ભાવનગર સ્થિત સર ટી. મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ સામે આવ્યા બાદ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ 13 વિદ્યાર્થીઓએ અનામી રીતે લેખિત રજૂઆત કરી હતી, જેમાં 6 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાનગતિ પહોંચાડવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની રજૂઆત મળ્યા બાદ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે તેમજ ઘટનાની હકીકત જાણવા પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. મેડિકલ કોલેજોમાં રેગિંગ સામે કડક નિયમો અમલમાં હોવા છતાં આવી ફરિયાદ સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ કોલેજ તંત્ર દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે જરૂરી શિસ્તભંગના પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. હાલ એન્ટી રેગિંગ કમિટીની તપાસ ચાલી રહી છે અને તપાસ રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
