<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

જામનગર બાલાજી પાર્કમાં એન્‍ટી નાર્કોટિક્‍સ સેલની ટીમ પર હૂમલોઃ હેડ કોન્‍સ્‍ટેબલને ઈજા

નશીલા પદાર્થોના વેચાણની શંકાના આધારે તપાસ માટે પહોંચેલી પોલીસ ટીમ પર કેટલાક શખ્‍સોએ કર્યો હુમલો

જામનગરઃ તા.૨૩: (મુકુંદ બદિયાણી દ્વારા): બાલાજી પાર્ક વિસ્‍તારમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાની શંકાના આધારે કાર્યવાહી કરવા પહોંચેલી સીટી-સી ડિવિઝન પોલીસ મથકની એન્‍ટી નાર્કોટિક્‍સ સેલની ટીમ પર કેટલાક શખ્‍સોએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે.

આ બનાવમાં પોલીસ ટીમના હેડ કોન્‍સ્‍ટેબલ દિવ્‍યરાજસિંહ ઈન્‍દ્રસિંહ જાડેજાને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસ સ્‍ટાફ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે તેમજ ઈજાગ્રસ્‍ત હેડ કોન્‍સ્‍ટેબલની સારવાર માટે જી.જી. હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યો હતો.

બનાવની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને હુમલામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે LCB અને SOGની ટીમો ઉપરાંત સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના રહેણાક વિસ્‍તારમાં નશીલા પદાર્થોના વેચાણની શંકાને પગલે તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર થયેલા હુમલાની ઘટનાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.(તસવસીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(10:42 AM IST)