<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

સુરેન્‍દ્રનગરના સબ જેલમાં વધુ એક કેદીનો આત્‍મહત્‍યાનો પ્રયત્‍ન

વધુ પડતી ટીકડીઓ ખાઈ લીધીઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯: સુરેન્‍દ્રનગરની સબ જેલના કેદીઓ આત્‍મહત્‍યાનો સતત પ્રયત્‍નો કરી રહ્યા છે ત્‍યારે એક સપ્તાહમાં બીજો બનાવ બનવા પામ્‍યો છે સુરેન્‍દ્રનગરની સબજેલની કેપીસીટી ૧૫૦ જેટલા કેદીઓ રાખવાની છે તેના સ્‍થાને હાલના તબક્કામાં ૨૫૦ થી વધુ કેદીઓ સજા કાપી રહ્યા છે જેને લઇને વારંવાર પ્રશ્‍નો સર્જાઇ રહ્યા છે અને કેદીઓ વચ્‍ચે પણ મારામારી અને અન્‍ય બોલાચાલી જેવી ઘટનાઓ બની રહી છે.

જેને લઇને વારંવાર કેદીઓ માનસિક રીતે કંટાળી જાય અને ત્રાસી જઈ અને આત્‍મહત્‍યા ના પ્રયત્‍ન તરફ વળી રહ્યા છે ત્‍યારે સુરેન્‍દ્રનગરની સબજેલ ફરી વિવાદમાં આવી છે સુરેન્‍દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા મિલનકુમાર સોલંકી નામના ૨૬ વર્ષના કેદીએ વધુ પડતા માનસિક રોગના ટીકડા ખાઈ લઇ અને આત્‍મહત્‍યા કરવાનો પ્રયત્‍ન હાથ ધર્યો છે.

પ્રથમ તબક્કામાં તેને સુરેન્‍દ્રનગરની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો પરંતુ ત્‍યાં તેની હાલત ગંભીર હોવાના કારણે અને માનસિક રીતે થાકી ગયેલો હોવાના કારણે તેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં રીફર કરવામાં આવ્‍યો છે.

આત્‍મહત્‍યાનો પ્રયત્‍ન શા માટે કર્યો તેનું કારણ અકબંધ છે પરંતુ હાલના તબક્કામાં પોલીસ વિભાગ અને વ્‍યવસ્‍થા કામે લાગ્‍યો છે અને આ સંદર્ભે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સિવિલ હોસ્‍પિટલમાં એમએસસી દાખલ કરી અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે ત્‍યારે આ અંગે સીટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(10:45 AM IST)