તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
કચ્છના રાપરમાં શેરી ગરબાઓનું અનેરું મહત્ત્વ: પરંપરાના રંગે રંગાયું વાગડનું પાટનગર
આધુનિક ગરબાની ઝાકમઝોળ વચ્ચે આજે પણ શેરી ગરબાની પરંપરા જીવંત; વિવિધ સમાજોની મહિલાઓ, યુવતીઓ અને ભાઈઓ દ્વારા માતાજીની આરાધના સાથે રાસ-ગરબાની રમઝટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજતા. : નવદુર્ગાની આરાધનાના પર્વ નવરાત્રિમાં નવ દિવસ સુધી ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળે છે. એક તરફ આધુનિક ગરબાના આયોજનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, ત્યારે બીજી તરફ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં વર્ષો જૂની શેરી ગરબાની પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ અને ઉમંગ સાથે જીવંત રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત ગરબા, માતાજીની આરતી અને ભક્તિધૂન સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વિવિધ સમાજોની મહિલાઓ, યુવતીઓ અને ભાઈઓ રાસ-ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરી રહ્યા છે. રાપર શહેરના શંકરવાડી વિસ્તારમાં પરંપરા મુજબ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યુવતીઓ અને મહિલાઓ પરંપરાગત ગરબે ઘૂમતી જોવા મળે છે. આયોજનની જવાબદારી ગણેશ ચૌધરી, હરેશ હનાત, ભરત બાંભણીયા, બાબુભાઈ ગોઠી સહિતના કાર્યકરો સંભાળી રહ્યા છે. દૂધેશ્વર મંદિરના પ્રાંગણમાં પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પરંપરાગત ગરબા અને ભક્તિમય માહોલ વચ્ચે આદ્યશક્તિની આરાધના કરવામાં આવી રહી છે. અહીં ચમનગીરી ગૌસ્વામી, હીરાગીરીજી ગૌસ્વામી, હેમુગીરી ગૌસ્વામી, જયસુખભાઈ ગૌસ્વામી, કિશોરભાઈ ગૌસ્વામી સહિતના આગેવાનો વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
શહેરના ડોડીયાવાસ, ઉલેટવાસ, મોટાવાસ અને માતા દેરી ચોક સહિતના વિસ્તારોમાં પણ નવરાત્રિની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે. વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા માતા દેરી ચોક ખાતે વર્ષોથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સમાજના ભાઈઓ અને બહેનો રાસ-ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સમાજના પ્રમુખ વિનોદભાઈ સોની, નવરાત્રિ મંડળના પ્રમુખ વિપુલ સોની, યુવક મંડળના પ્રમુખ વિજય સોની તેમજ જયેશ રતિલાલ સોની, રસિક ચુનીલાલ સોની, શંકર રમેશભાઈ સહિતના કાર્યકરો વ્યવસ્થામાં સહયોગ આપી રહ્યા છે. માળી સમાજ દ્વારા માળી ચોક ખાતે વર્ષોથી નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવે છે. સમાજના પ્રમુખ દિનેશભાઈ માળી, મંત્રી અરવિંદભાઈ માળી, ઉપપ્રમુખ વિનોદભાઈ માળી, સુરેશ પી. માળી, રતનભાઈ, ભગવાનજી માળી અને મુકુંદભાઈ માળી સહિતના આગેવાનો આયોજનમાં જોડાયા છે. મહિલા મંડળનાં પ્રમુખ સ્મિતલબેન એસ. માળી, મંત્રી દીપાબેન માળી, મંજુબેન માળી અને દિવાળીબેન માળી સહિતની બહેનો તથા યુવક મંડળના પ્રમુખ નરેશ માળી, મંત્રી જય માળી, રિતેશ માળી અને શિવ માળી સહિતના યુવાનો મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
રાપર લોહાણા મહાજન સંચાલિત લોહાણા મહાજનવાડી ખાતે પણ લોહાણા યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં લોહાણા સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાઈને રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. રાપર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદે, રસિકલાલ આદુઆણી, ભોગીલાલ મજીઠીયા, બળવંતલાલ મીરાણી, પ્રભુલાલ રાજદે, વિનોદભાઈ મજીઠીયા, પ્રફુલભાઈ ચંદે, સંગઠનના હસમુખલાલ રૈયા અને તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ કાંતિલાલ નાથાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સહયોગ આપી રહ્યા છે.
લોહાણા યુવક મંડળના પ્રમુખ મહેશ ચંદે તેમજ રાહુલ કારીયા, ભરત ચંદે, કલ્પેશ રાજદે, ભાવિક ચંદે, વિપુલ મજીઠીયા, વિશાલ મીરાણી, હિતેશ મજીઠીયા, અમિત રામાણી અને મોહિત ચંદે સહિતના યુવાનો વ્યવસ્થામાં જોડાયા છે. મહિલા મંડળનાં પ્રમુખ સરસ્વતીબેન ચંદે, નયનાબેન કારીયા, રંજનબેન ચંદે, અંજનાબેન ચંદે, વસંતીબેન ચંદે, દમયંતીબેન નાથાણી અને ભગવતીબેન ચંદે સહિતની બહેનો પણ મહોત્સવમાં સક્રિય ભાગ ભજવી રહી છે. આ ઉપરાંત એકતાનગર, ઘનશ્યામનગર, કલોલીયાધામ, સોનીવાડી, તિરુપતિનગર, ગેલીવાડી અને પોલીસ લાઇન સહિતના વિવિધ વિસ્તારોમાં પણ નવરાત્રિનો માહોલ જામ્યો છે. વિવિધ શેરીઓ અને મહોલ્લાઓમાં માતાજીની આરતી, ભક્તિધૂન અને રાસ-ગરબાના તાલે શ્રદ્ધા અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. દરેક સમાજ દ્વારા પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખીને નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે.
*કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ*
નવરાત્રિ દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાપર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એલ. ફણેજા, એચ.વી. કાતરીયા, બી.સી. ચૌધરી, બાબુભાઈ કારોત્રા, મનહર ચૌધરી, તેજાભાઈ રબારી, રાજુભાઈ જોશી, દજાભાઈ, પ્રકાશભાઈ, મુકેશસિંહ રાઠોડ, પ્રવિણ ચૌધરી, સામજી આહિર, રામદેવસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા તથા સી-ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં દેખરેખ રાખવામાં આવી રહી છે.
નવરાત્રિ મહોત્સવ દરમિયાન મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, ભિખુભા સોઢા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા, ગુમાનસિંહ સોઢા, હકુમતસિંહ સોઢા અને મહેશ સુથાર સહિતના આગેવાનો વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી રહ્યા છે. આમ, રાપર શહેરમાં આધુનિક ગરબાની સાથે પરંપરાગત શેરી ગરબાની સંસ્કૃતિ પણ લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. વિવિધ સમાજોના સહિયારા પ્રયાસો, ભક્તિભાવ અને લોકભાગીદારીના કારણે નવરાત્રિ માત્ર ધાર્મિક પર્વ નહીં, પરંતુ સામાજિક એકતા, સંસ્કૃતિના જતન અને પરંપરાના વારસાને આગળ ધપાવતું લોકપર્વ બની રહ્યું છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
