તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
ગોંડલમાં વ્યાજંકવાદનો વધુ એક ગુન્હો વેપારીએ ઉંચા વ્યાજે લીધેલા પૈસા પરત કરવા છતાં પઠાણી ઉઘરાણી કરી કોરા ચેક લખાવી લીધાઃ ગિરાસદાર પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલઃ તા.ર૦, ગોંડલ પંથક માં વ્યાજંકવાદ અંગે છાસવારે ફરિયાદો ઉઠતી રહેછે.પોલીસ દ્વારા લોકદરબાર નાં આયોજન પણ થતા રહેછે.છતા વ્યાજખોરી અટકવાનું નામ લેતી નથી.
વ્યાજંકવાદ ની વધુ એક ફરીયાદ ‘બી'ડીવીઝન પોલીસ માં થવા પામી છે.પાપ્ત વિગત મુજબ ગોંડલ નાં જેતપુર રોડ પર આવેલી નંદનવન સોસાયટી માં રહેતા અને એક્સપોર્ટ નો ધંધો કરતા
જેનિલભાઇ કિરીટભાઈ વૈષ્ણવે બી-ડિવિઝન પોલીસ માં નાગડકા રોડ ઉપર આવેલ શિવ શક્તિ સોસાયટી માં રહેતા હરપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા તેના પુત્ર અભયરાજસિંહ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે પોતાને ધંધા માટે પૈસા ની જરુર પડતા હરપાલસિંહ પાસે થી વીસ ટકા માસિક વ્યાજ લેખે રુ.૪,૬૫,૦૦૦ તથા તેનાં પુત્ર અભયરાજસિંહ પાસેથી બાર ટકા માસિક વ્યાજ લેખે રૂા.છ લાખ લીધા હતા.સમય જતા વ્યાજ તથા મુળ રકમ ચુકતે કરી દીધી હતી.તેમ છતા પિતા પુત્ર દ્વારા બળજબરી કરી કોરા ચેક માં સહી કરાવી ચેક તથા દાગીના પડાવી લઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરાતી હતી.આખરે ડર નાં માર્યા જેનિલભાઇ એ પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા નાં માર્ગદર્શન હેઠળ ગુજરાત નાણા ધિરાણ અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫,૪૦,૪૨ ઉપરાંત કલમ ૩૦૮(૫)૩૫૧(૨)૩૫૨,૫૪ સહિત ગુન્હો નોંધી પીઆઇ જી.એસ.ગઢવી એ તપાસ હાથ ધરી બન્ને પિતા પુત્ર ને જડપી લઇ કાર્યવાહી કરી છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
