તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
જામ ખંભાળિયામાં બકાલાના વેપારી આરીફ ઓસમાણની હત્યામાં વધુ એક આરોપી પકડાયો.
હત્યાનું કાવતરું કરનાર આરોપીને અટકાયત કરી અને આવતીકાલે તેને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે

( કૌશલ સવજાણી દ્વારા ) જામ ખંભાળિયા: તાજેતરમાં આરીફની હત્યા પ્રકરણમાં એક સગીર સંઘર્ષિત કિશોર તથા હાજા ભારમલ ગઢવીની પોલીસે ધરપકડ કરી હતી તથા હાજાની ત્રણ દિવસની રિમાન્ડ મેળવી હતી જેમાં તેના મોબાઇલ તથા અન્ય પૂછપરછમાં રવિ સુરા ગામણા નામનો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો મૂળ રહેવાસી હત્યાનું કાવતરું કરવામાં સામેલ હોય પીઆઇ સીઆર રાણા દ્વારા એસપી જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી મિત્રુ દલાલના માર્ગદર્શનમાં ઊંડી તપાસ હાથ ધરી અને આ હત્યાનું કાવતરું કરનાર આરોપીને અટકાયત કરી અને આવતીકાલે તેને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે આરીફ હત્યા કેસમાં કુલ ત્રણ વ્યક્તિઓને અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે તથા 28 લાખનો મુદ્દામલ દાગીના પણ કબજે કરવામાં આવેલા છે
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
