તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
જેતપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સભા યોજાઈ

જેતપુર, શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી જેતપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. ની વાર્ષિક સાધારણ સભા લેઉવા પટેલ સમાજ ધોરાજી રોડ ખાતે યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહેલ તેમણે ખેડૂતો લગતી યોજનાઓની સભ્યોને માહિતી આપી હતી. સહકારી આગેવાનો દ્વારા ફુલહારથી તેમનું સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, ચેમ્બર્સ પ્રમુખ વી.ડી. પટેલ, ગોરધનભાઈ ધામેલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક સભાને સફળ બનાવવા પ્રમુખ પ્રવીણભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
