<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન દ્વારા અનુ. જાતિની 11 દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવ યોજાશે.

માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 7માં સમૂહલગ્ન યોજાશે: ગરીબ અને માતા-પિતા વિહોણી દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન આયોજિત અને માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી તારીખ 21/02/2027, મહા વદ એકમને રવિવારના રોજ 7માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહ લગ્નમાં અનુસૂચિત જાતિની 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ સેવાકાર્યમાં ગરીબ અને માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી નિરાધાર દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છુક પરિવારોએ ફોર્મ મેળવવા માટે 'માં નાગલ પાન', નોબેલ સ્કૂલ, ખોડીયાર ચેમ્બર, ભડીયાદ રોડ, મોરબી-2 ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે મોબાઈલ નંબર 9909701973અથવા 9537102327 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:49 PM IST)