News of Saturday, 25th April 2026
અણીયારી ટોલનાકે યુવાનની હત્યા કરનાર આરોપીઓને તેની ઓફિસ હોથલ ફાઇનાન્સ લઈ જઈ તપાસ હાથ ધરાઈ.
પૈકી 5 આરોપીઓને રવાપર રોડ ઉપર હોથલ ફાઈનાન્સની ઓફિસે લાવવામાં આવ્યા, લોકોના ટોળા ઉમટ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અણીયારી ટોલનાકા નજીક ધૈર્ય હોટલ ખાતે વ્યાજખોરના ઈશારે મોરબીના યુવકની હત્યા કરનાર પાંચ આરોપીઓ તેમજ નામચીન વ્યાજખોરને માળીયા મિયાણા પોલીસ તેમજ એલસીબી ટીમે પકડયા બાદ તેઓને રવાપર રોડ ખાતે આવેલી તેમની હોથલ ફાઈનાન્સની ઓફિસે લાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા અમદાવાદ હાઇવે પર મોડી રાત્રે મોરબી મહેન્દ્રનગરમાં રહેતા અનિલ હરિભાઈ કંડીયા નામના ગૌસેવક યુવકની આરોપી શિવમ રબારીના કહેવાથી છરીના ઘા ઝીકી પાંચ શખ્સોએ હત્યા કરી નાખી વિવેક પટેલ નામના યુવકને પણ જીવલેણ ઈજાઓ પહોચાડી હતી. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત વિવેક પટેલની ફરિયાદના આધારે હત્યા અને હત્યાની કોશિશ અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેના આધારે આરોપી (1) મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા રહે.મોરબી (2) રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી મુળ.કેશોદ હાલ રહે. મોરબી (3) પૃથ્વીરાજસિહ ભગીરથસિહ ઝાલા રહે. મોરબી (4) ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ રહે. મોરબી (5) કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ રહે. મોરબી અને આરોપી (6) હીરાભાઇ રવજીભાઇ ઉલવા (રહે.મોરબી વાળા) ની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ આજે બપોરે પોલીસ 6 પૈકી 5 આરોપીઓને દોરી બાંધી રવાપર રોડ ઉપર આવેલી તેમની હોથલ ફાયનાન્સની ઓફિસે લાવી હતી. અહીં આરોપીની ઓફિસની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નામચીન શખ્સોને દોરી બાંધેલી હાલતમાં જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
