<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટમાંથી જામીન છતાં જેલમાંથી બહાર નહીં આવી શકે

પોપટ સોરઠીયા કેસના કારણે અનિરુદ્ધસિંહ જાડેજાએ હજુ જેલમાં જ રહેવું પડશે:કાયદાકીય મોરચે એક કેસમાં મોટી રાહત મળવા છતાં તેમની જેલમુક્તિનો માર્ગમોકળો થયો નથી

ગોંડલના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડાના ક્ષત્રિય અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સુનાવણી બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં અગાઉ તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને પણ જામીન મળી ચૂક્યા છે, જે બાદ હવે પિતા અનિરૂદ્ધસિંહના જામીન પણ મંજૂર થયા છે.

અનિરુદ્ધસિંહ જાડેજાને અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જામીન ચોક્કસ મળી ગયા છે, પરંતુ તેઓ હજુ પણ જેલની બહાર આવી શકશે નહીં. આ પાછળનું મુખ્ય કારણ જૂનો અને વિવાદિત પોપટ સોરઠીયા હત્યા કેસ છે. પોપટ સોરઠીયા કેસના કારણે અનિરુદ્ધસિંહ જાડેજાએ હજુ જેલમાં જ રહેવું પડશે. આમ, કાયદાકીય મોરચે એક કેસમાં મોટી રાહત મળવા છતાં તેમની જેલમુક્તિનો માર્ગ હજુ સાફ થયો નથી. 

(11:14 PM IST)